અલિંગી પ્રજનન એટલે શું? | અમીબા માં પ્રજનન
અલિંગી પ્રજનન એટલે શું? | અમીબા માં પ્રજનન
ભાજન ( Fission )
એક કોષીય સજીવોમાં કોષવિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે . ભાજનની અનેક રીતો જોવા મળી છે .
ઘણા જીવાણુઓ અને પ્રજીવોનું કોષવિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન થાય છે . અમીબા જેવા સજીવોમાં કોષવિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે .
અહિ આપણે અમીબા ની અંદર પ્રજનન જોવાનું છે.
તમે આકૃતિ માં જોયું એક મુજબ અમીબા માં રહેલ કોષ વિભાજન પામે છે અને નવા બે બાળ કોષ માં રૂપાંતરિત થાય છે.
આ બાળ કોષ ક્રમશઃ વિકાસ પામી અને નવા સંપૂર્ણ કોષ બને છે જે પોતાનું જીવન અલગ અલગ રીતે નવા સજીવ તરીકે પસાર કરે છે.
પરંતુ , કેટલાક એકકોષીય સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે .
ઉદાહરણ તરીકે કાલા - અઝરના રોગકારક લેસ્માનિયામાં કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે .
એવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે .
મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ જેવા અન્ય સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ?
એકકોષીય સજીવ એકસાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે જેને બહુભાજન કહે છે .
યીસ્ટના કોષમાંથી નાની કલિકા ઊપસી આવે છે અને પછી કોષથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રીતે તે વૃદ્ધિ પામે છે.
Post a Comment
0 Comments