Std 11 biology
સજીવમાં વિવિધતા ( Diversity in The Living World )
સજીવમાં વિવિધતા
( Diversity in The Living World )
- જો તમે આસપાસ જોશો તો તમને કૂંડામાં વાવેલા છોડ , કીટકો , પક્ષીઓ , પાલતુ કે અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિઓ જેવી સજીવોની ઘણી જાતિઓ જોવા મળશે .
- આપણી આસપાસ એવા ઘણા સજીવો પણ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી .
- જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરી તો સજીવોના વ્યાપ અને વિવિધતામાં વધારો જોવા મળે છે .
- દેખીતી રીતે , જો તમે જંગલની મુલાકાત લીધી હશે તો તેમાં તમને વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા હશે .
- તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ , પ્રાણીઓ કે સજીવો જાતિ સ્વરૂપે રજૂ થતા હોય છે .
- હાલના તબક્કે વિશ્વમાં 1,7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે અને તેમનું વર્ણન કરેલું છે .
- જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવવિવિધતા ( biodiversity ) નું નિર્દેશન કરે છે .
- આપણે અહીં યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણા શેત્ર અવલોકનનો વિસ્તાર વધારીએ અને સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ તેમ નવી વધુ ને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓ તાદૃશ્ય રીતે ઓળખાય .
- અગાઉ દર્શાવ્યા પ્રમાણે , વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે .
- આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ .
- આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે .
- સજીવો કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેનો ઉલ્લેખ કરવા સર્જાતી મુશ્કેલી કે જેનો આપણને કોઈ માર્ગ ન મળતો હોય અથવા એકબીજા સાથે વાર્તાલાપ ન થતો હોય તેને સંભવતઃ તમે જાણી શકો .
- જેથી , ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય , કે જેના વિશે સૌ કોઈ જાણકારી મેળવે તે માટે દરેક સજીવોનું સાર્વત્રિક ( universal ) ચોક્કસ નામ હોવું જરૂરી છે .
- ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની આવી પદ્ધતિને નામકરણ ( nomenclature ) કહે છે . દેખીતી રીતે , નામાધિકરણ ત્યારે જ શક્ય બને છે કે જયારે તેનું સચોટ વર્ણન કરેલું હોય અને આપણે જાણતા હોઈએ કે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે , તેને તેની ઓળખવિધિ ( identification ) કહે છે , અભ્યાસને સરળ બનાવવા ઘણા વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ ( scientific name ) માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે , જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે . વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કૉડ ફૉર બોટનિકલ નોમેનક્લચર ( ISBN ) દ્વારા અપાયેલા સિદ્ધાંતો ( principles ) અને માપદંડ ( criteria ) આધારિત હોય છે .
- તમે પૂછશો કે પ્રાણીઓનું નામકરણ કેવી રીતે થાય ?
- પ્રાણી વર્ગીકરણશાસ્ત્રીઓએ ઇન્ટરનેશનલ કૉડ ફૉર ઝુલોજીકલ નોમેનફ્લેચર ( ICIN ) આધારિત નિયમો બનાવ્યા છે .
- કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ ધરાવે છે , તેમજ વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી .
- ઓળખાયેલા સજીવોનું નામકરણ આપવા જીવશાસ્ત્રીઓ સર્વ સ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે . દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટકો ધરાવે છે - વંશગત નામ ( generic nanae ) અને જાતિ સંકેત પ્રત્યય ( specific epithet ) એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ.બે ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે .
- આ નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ ( Carolus Linnaeus ) દ્વારા આપવામાં આવી હતી કે જેને વિશ્વના વૈજ્ઞાનિકો અનુસરે છે .
- બે શબ્દો ધરાવતી આ નામકરણ પદ્ધતિ સાનુકૂળ સાબિત થયેલ છે .
- ચાલો , આપણે આંબાનું ઉદાહરણ લઈ દ્વિનામી નામકરણ ( binomial nomenclature ) પદ્ધતિ સમજીએ .
- આંબાનું વૈજ્ઞાનિક નામ મેજીફેરા ઇન્ડીકા ( Mangifera indica ) લખાય છે . ચાલો , આપણે જોઈએ કે તે કેવી રીતે દ્વિનામી નામકરણ છે .
- આ નામમાં એ Mangifera પ્રજાતિ જ્યારે indica એ ચોક્કસ જાતિનું નામ કે પ્રત્યય છે .
- નામકરણ માટેના બીજા સાર્વત્રિક નિયમો નીચે પ્રમાણે છે :
2) જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ ( genus ) જયારે બીજો ધટક કે પ્રત્યય એ જાતિ ( species ) નું સૂચન છે .
3) જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે .
- તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે .
- પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ ( capital letter ) માં જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય છે .
- દા.ત. , Mangifera indica .
- ચોક્કસ પ્રત્યય ( epithet ) પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે .
- દા . ત . , Mangifera indica Linn . તે દર્શાવે છે કે આ જાતિનું સૌપ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું .
- બધા જ સજીવોનું નામાયિકરણ કરવાનું શક્ય ના પણ હોય , જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ - વહેંચણી દ્વારા શક્ય બનાવાય છે . આ કાર્યપદ્ધતિને વર્ગીકરણ ( classification ) કહે છે .
- આમ , વર્ગીકરણ એ એક એવી કાર્યપદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાનો ( categories ) ની વ્યવસ્થા હોય તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો ઉપર આધારિત હોય .
- દા . ત . , વનસ્પતિઓ , પ્રાણીઓ , કૂતરાંઓ , બિલાડીઓ કે કીટકોના કેટલાક જૂથોને ઓળખી શકીએ .
- આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથનાં ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ .
- કૂતરાં વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની ( કૂતરાની ) કેવી છબી છતી થાય છે બિલાડીની નહીં ?
- હવે , જો આપણે આસિયન વિશે વિચારતા હોઈએ તો , આપણે જાણીએ કે આપણે કોના વિશે વાત કરીએ છીએ .
- એ જ રીતે કોઈ સસ્તન ( mamrnal ) પ્રાણી જૂથની વાત કરીએ તો તમે તેવા પ્રાણી વિશે વિચારતા થશો કે જેને બાહ્ય કર્ણપલ્લવ અને શરીર પર વાળ હોય .
- તેવી જ રીતે વનસ્પતિમાં , જો ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં ઘઉંની છબી તાદેશ્ય થાય છે , નહીં કે ચોખા અને અન્ય વનસ્પતિ .
- આથી , કૂતરાંઓ , બિલાડીનો , સસ્તન , ઘઉં , ચોખા , વનસ્પતિઓ , પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે .
- આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ણકો ( usa ) શબ્દ વપરાય છે .
- આમ , વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે વનસ્પતિઓનું પણ વર્ગક બને છે .
- ઘઉં પણ એક વર્ગક છે .
- એ જ રીતે પ્રાણીઓ , સસ્તનો , કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપો છે , પરંતુ તમે જાણો છો કે કૂતરાં એ સસ્તન ( સ્તનધારી ) છે અને સસ્તન એ બધા પ્રાણીઓ છે .
- આથી , પ્રાણીઓ , સસ્તન અને કૂતરાંઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે .
- આમ , લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય .
- વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે અને વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણવિદ્યા ( taxonomy ) કહે છે .
- સજીવોની કોષ રચનાની સાથે સાથે , બાહ્ય અને આંતરિક રચના , વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતીય જાણકારી આવશ્યક છે અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને છે .
- તેથી , લક્ષણીકરણ ( characterization ) , ઓળખવિધિ ( identification ) , વર્ગીકરણ ( classification ) અને નામકરણ ( nomenclature ) એ વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે .
- વર્ગીકરણ કોઈ નવી બાબત નથી .
- ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત હંમેશાં વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ ને વધુ રસ દાખવે છે .
- શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક , પહેરવા - ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો .
- જેથી , શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું .
- ત્યાર પછી માનવી , માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો નહોતો પરંતુ તેમની વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો .
- આ પ્રકારના અભ્યાસની શાખા પદ્ધતિસરના વિજ્ઞાન ( systematics ) તરીકે ઉલ્લેખાતી હતી .
- Systematics શબ્દ એ લેટિન શબ્દ systema શબ્દમાંથી ઉતરી આવેલો છે કે જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે .
- લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે Systema Naturae શબ્દ પ્રયોજન કર્યું હતું .
- પછી જેમ જેમ પદ્ધતિસર ( systematics ) ના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ , નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો .
- પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉર્વિકાસકીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે .
Post a Comment
0 Comments