પ્રકાશનું પરાવર્તન એટલે શું? વ્યાખ્યા અને નિયમો (Reflection of light)
પ્રકાશનું પરાવર્તન (Reflection of light)
કોઈ પણ વસ્તુ આપણને કેવી રીતે દેખાય છે તે આપણને પ્રશ્ન થવો જોઈએ તો એના માટે આપણે પ્રવૃત્તિ સમજીએ,
શું તમે અંધારામાં કોઈ વસ્તુ જોઈ શકો છો?
શું તમે આંખ સામે હાથ રાખી અને તેની પાછળની વસ્તુને જોઈ શકો છો?
તો આ પ્રશ્ન પર થી આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશનું કિરણ આપણી આંખ સુધી પહોંચવું જરૂરી બને છે પરંતુ તે પ્રકાશનું કિરણ કોઇ વસ્તુ સાથે અથડાઈ અને આપણી આંખ સુધી પહોંચશે તો જ આપણને તે વસ્તુ દેખાશે.
તો આમ કોઈ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તેની પાછળ જે જવાબદાર ઘટના બને છે એ ઘટના છે, પ્રકાશનું પરાવર્તન તો ચાલો આપણે શીખીએ કે પ્રકાશનું પરાવર્તન એટલે શું?
વ્યાખ્યા
પ્રકાશનું પરાવર્તન એટલે શું
પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાય અને પોતાની મૂળ દિશા બદલી અને પાછુ ફરે તો તેને પ્રકાશનું પરાવર્તન કહે છે.
આ ઘટનાને સમજવા માટે નીચેની આકૃતિ જુઓ
ઉપરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૂર્યનું એક કિરણ કોઈ વસ્તુ સાથે અથડાય અને વ્યક્તિની આંખમાં પ્રવેશ કરે છે ત્યારે તે વસ્તુ જોઈ શકાય છે.
અહીં આપણે સમજી શકીએ છીએ કે પ્રકાશ નું સીધું કિરણ કોઈ વસ્તુ સાથે અથડાઈ અને પોતાની દિશા બદલી અને પાછું કરતો જોવા મળે છે ત્યારે આપણે કહી શકીએ કે તે પ્રકાશનું પરાવર્તન થયું.
પ્રકાશના પરાવર્તન અને સમજવા માટે તેના કેટલાક મુખ્ય નિયમો છે જે સમજવા જરૂરી બને છે આ નિયમ નીચે મુજબ છે.
પ્રકાશના પરાવર્તનના નિયમો
(1) આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે.
(2) આપાતકિરણ પરાવર્તક સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ ત્રણે એક જ સમતલમાં હોય છે.
ઉદાહરણો
પ્રકાશના પરાવર્તન એ કારણે જ આપણે આ રંગીન દુનિયા ને જોવા માટે સક્ષમ બનીએ છીએ જો પ્રકાશનું પરાવર્તન થતું ન હોત તો આપણે આ સુંદર દુનિયા જોઈ શકત નહીં.
પ્રકાશના પરાવર્તન એ કારણે જ આપણે આપણો સુંદર ચહેરો અરીસામાં જોઈ શકીએ છીએ અને પ્રકાશના પરાવર્તન ને કારણે વાહન ચલાવતી વખતે પાછળથી આવતા વાહન ને જોઈ શકીએ છીએ.
આવા ઘણા બધા ઉદાહરણો આપણી આસપાસ આપણે જોઈ શકીએ છીએ જો તમને કોઈ ઉદાહરણ યાદ હોય તો કોમેન્ટ ની અંદર જરૂર લખી ને જણાવજો.
આ મુદ્દાઓને અનુલક્ષીને કેટલાક મહત્વના પ્રશ્નો નીચે આપવામાં આવેલા છે
FAQs
પ્રકાશનું પરાવર્તન એટલે શું?
પ્રકાશનું કિરણ કોઈ સપાટી ઉપર અથડાય અને પોતાની મૂળ દિશા બદલી અને પાછુ ફરે તો તેને પ્રકાશનું પરાવર્તન કહે છે.
પ્રકાશના પરાવર્તનના ઉદાહરણ ક્યાં છે?
અરીસામાં ચહેરો, જોવો વાહન ચલાવતી વખતે સાઈડ મિરર માં જોવું, વિશ્વની કોઇ પણ વસ્તુને જોઈ શકીએ છીએ તેની પાછળ પ્રકાશનું પરાવર્તન જવાબદાર છે.
પ્રકાશના પરાવર્તનનો પ્રથમ નિયમ શું છે?
આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે.
પ્રકાશના પરાવર્તનનો બીજો નિયમ શું છે?
આપાતકિરણ પરાવર્તક સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ ત્રણે એક જ સમતલમાં હોય છે.
Post a Comment
0 Comments