જૂલનો નિયમ લખો અને તેનુ સમીકરણ મેળવો.
જૂલનો નિયમ તેનુ સમીકરણ
જૂલનો નિયમ:
"આપેલા તાપમાને અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ વહેતા એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમાન પ્રમાણમાં હોય છે."
ધારો કે અવરોધ R માંથી વિદ્યુતપ્રવાહ I પસાર થાય છે . ધારો કે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે ( આકૃતિ જુઓ ) .
સમીકરણની તારવણી
ધારો કે t સમયમાં Q વિદ્યુતભાર પસાર થાય છે . V વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ Q વિધુતભારને ગતિ કરાવવા માટે થતું કાર્ય VQ છે .
તેથી પ્રાપ્તિસ્થાને t સમયમાં VQ જેટલી ઊર્જા પૂરી પાડવી પડે .
તેથી પ્રાપ્તિસ્થાન દ્વારા પરિપથને મળતો પાવર ,
અથવા સમયમાં પરિપથને પૂરી પડાતી ઊર્જા P × t એટલે કે VIt થાય .
પ્રાપ્તિસ્થાન દ્વારા ખર્ચાતી આ ઊર્જાનું શું થતું હશે ? આ ઊર્જા અવરોધકમાં ઉષ્મારૂપે વિખેરણ પામે છે .
તેથી સ્થિર પ્રવાહ I માટે તે સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા , ઓમનો નિયમ લાગુ પાડતાં આપણને મળે . આને જૂલનો તાપીય નિયમ કહે છે .
આ નિયમ પરથી સ્પષ્ટ છે કે , અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા,
આ સમીકરણને ઓહ્મ નો નિયમ લાગુ પાડતા નીચેનું સમીકરણ મળે છે.
આ સમીકરણને જૂલનો તાપીય નિયમ કહે છે.
તારણો
આ નિયમ પરથી સ્પષ્ટ છે કે, અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા,
( i ) આપેલ અવરોધમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહના વર્ગનાં સમપ્રમાણમાં છે .
( i ) આપેલ વિદ્યુતપ્રવાહ માટે અવરોધનાં સમપ્રમાણમાં છે .
( iii ) અવરોધમાંથી જેટલા સમય માટે પ્રવાહ પસાર થાય તે સમયનાં સમપ્રમાણમાં હોય છે .
વ્યાવહારિક પરિસ્થિતિમાં જયારે કોઈ વિદ્યુત ઉપકરણને જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે ત્યારે I = V/R સંબંધ દ્વારા તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધ્યા બાદ સમીકરણ ઉપયોગ કરવામાં આવે છે .
FAQs
જૂલનો નિયમ શું છે?
"આપેલા તાપમાને અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ વહેતા એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમાન પ્રમાણમાં હોય છે."
પાવર નું સૂત્ર શું છે?
P= VQ/t= VI
જૂલના નિયમ પરથી શું તારણ મળે છે?
( i ) આપેલ અવરોધમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહના વર્ગનાં સમપ્રમાણમાં છે . ( i ) આપેલ વિદ્યુતપ્રવાહ માટે અવરોધનાં સમપ્રમાણમાં છે . ( iii ) અવરોધમાંથી જેટલા સમય માટે પ્રવાહ પસાર થાય તે સમયનાં સમપ્રમાણમાં હોય છે .
Post a Comment
0 Comments