નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ઓહ્મનો નિયમ લખી અને ગાણિતિક સમીકરણો જણાવો

ઓહ્મનો નિયમ

1827 માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સીમોન ઓમે ( 1787-1854 ) ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ શોધ્યો . 

ઓહ્મનાં નિયમની વ્યાખ્યા

અચળ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુતસ્થિતમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે અને ઓહ્મનો નિયમ કહે છે . 

ઓહ્મનાં નિયમની ગાણિતિક સમજૂતી

ઓહ્મનો નિયમ

ઉપરના સમીકરણ  માં R એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટે અચળાંક છે અને તેને તેનો અવરોધ કહે છે . તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુતભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે . 

વિડિઓ દ્રારા સમજૂતી


ઓહ્મનો SI એકમ

તેનો SI એકમ ઓહ્મ છે અને તેને ગ્રીક અક્ષર Ω વડે દર્શાવાય છે .
ઓહ્મના નિયમ અનુસાર,


જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 1 V હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ 1 A હોય , તો વાહકનો અવરોધ ( R ) 1 Ω છે . એટલે કે ,

ઓહ્મનો નિયમ


ઉપરના સમીકરણ પરથી આપણને નીચે મુજબનો સંબંધ પણ મળે છે :

વિદ્યુત પ્રવાહનું સમીકરણ

ઉપરના સમીકરણ પરથી સ્પષ્ટ છે કે , અવરોધકમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે .
જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે , તો વિદ્યુતપ્રવાહ અડધો થાય છે . કેટલાક પ્રાયોગિક કિસ્સામાં વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહમાં વધારો કે ઘટાડો કરવો જરૂરી હોય છે .
જે ઘટકની મદદથી વૉલ્ટેજનું પ્રાપ્તિસ્થાન બદલ્યા વગર વિદ્યુતપ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહે છે .
વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિઓસ્ટેટ ( rheostat ) કહે છે .

FAQs


ઓહ્મનાં નિયમની વ્યાખ્યા જણાવો

અચળ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુતસ્થિતમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે અને ઓહ્મનો નિયમ કહે છે . 

ઓહ્મનાં નિયમનું ગાણિતિક સ્વરુપ લખો

V ∝ I

ઓહ્મનો SI એકમ શું છે?

ઓહ્મ (Ω)

Post a Comment

0 Comments