નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (Electric Potential)

 

વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 

વિદ્યુતસ્થિતિમાન ને સમજતા પહેલા વિદ્યુત પ્રવાહ અને પરીપથ સમજવું ખૂબ જરુરી બને છે તે સમજવા માટે નીચેનો વિડિઓ જુઓ.

વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરીપથની સમજૂતી માટેનો વિડિઓ

એવું શું છે જે વિદ્યુતભારને વહન કરાવે છે ?

આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ . આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી , તેમ તાંબાના તારમાં વિદ્યુતભારો જાતે ગતિ કરતાં નથી . 

જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણ - તફાવત રચાય છે , જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે . 

વિદ્યુતસ્થિતિમાન:

ધાતુના વાહકતારમાં વિદ્યુતભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણબળની કોઈ ભૂમિકા હોતી નથી . 

ઇલેક્ટ્રૉન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુતદબાણનો તફાવત કે જેને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કહે છે.

વિદ્યુતસ્થિતિમાનનો આવો તફાવત એક કે એક કરતા વધુ વિદ્યુતકોષોની બનેલી બૅટરીથી મેળવી શકાય છે . 

કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે , આવું ત્યારે પણ થાય છે જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુતપ્રવાહ લેવામાં ન આવતો હોય . 

જ્યારે વિદ્યુતકોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુતભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થાય છે . 

કોઈ વિદ્યુત - પરિપથમાં વિદ્યુતપ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઊર્જા વાપરવી પડે છે . 

વિડિઓ દ્રારા સમજૂતી


વિદ્યુતસ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા:

કોઈ વિદ્યુતપ્રવાહધારિત વિદ્યુત - પરિપથનાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું સુત્ર:

વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું સુત્ર image


વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો એકમ:

વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ ( V ) છે , જે ઇટાલીના વિજ્ઞાની અલેક્ઝાન્ડો વોલ્ટા ( 1745-1827 ) ના નામ પરથી રાખવામાં આવ્યો છે . 

વિદ્યુતપ્રવાહધારિત વાહકમાં જો એક  કુલંબ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય . 

વોલ્ટ નું સૂત્ર image

તેથી,વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે . 

વોલ્ટમીટરને હંમેશાં જે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે .

વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ને અનુલક્ષીને કેટલાક મહત્વના પ્રશ્નો નીચે આપેલા છે.

FAQs


??
વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે?

જ્યારે વિદ્યુતકોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુતભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થાય છે . 

વિદ્યુતસ્થિતિમાનનાં તફાવત ની વ્યાખ્યા આપો

કોઈ વિદ્યુતપ્રવાહધારિત વિદ્યુત - પરિપથનાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતુ કાર્ય.

વિદ્યુતસ્થિતિમાનનો તફાવત નો એકમ શું છે?

વોલ્ટ (V)

Post a Comment

0 Comments