અવરોધ એટલે શું? અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
એવું જોવા મળે છે કે તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું અવલોકન અડધું થાય છે . પરિપથમાં સમાન લંબાઈનો જાડો તે જ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય વધે છે . સમાન લંબાઈ તથા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો બીજા દ્રવ્યનો જાડો તાર વાપરતાં એમીટરનું અવલોકન બદલાય છે .
અવરોધનો આધાર
ઓહ્મ નો નિયમ લાગુ પાડતાં આપણને માલૂમ પડે છે કે વાહક તારનો અવરોધ
( i ) તેની લંબાઈ ( ii ) તેના આડછેદના ક્ષેત્રફળ ( iii ) તેના દ્રવ્યની જાત પર આધાર રાખે છે . ચોકસાઈપૂર્વકનાં માપન દર્શાવે છે કે એકસમાન વાહકનો અવરોધ તેની લંબાઈ નાં સમપ્રમાણમા અને તેનાં ક્ષેત્રફળ નાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે.


Post a Comment
0 Comments