નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

સ્ત્રીમાં ઋતુચક્રની માહીતી અને માસિક સ્વચ્છતા જણાવો.

 

ઋતુચક્ર 

( Menstrual Cycle )

માદા પ્રાઇમેટ ( ઉદાહરણ : વાનરો , ઍપ્સ અને માનવ ) માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે .
પ્રથમ ઋતુસ્ત્રાવ ( રજો ધર્મ ) ની શરૂઆત યૌવનારંભમાં થાય છે જેને રજોદર્શન ( menarche ) કહે છે .
માનવની માદામાં ( સ્ત્રીઓમાં ) ઋતુસ્ત્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ ( menstruation ) થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે .
દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ ( ovum ) મુક્ત થાય છે ( અંડપાત- ovulation ) . ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ આકૃતિ  માં દર્શાવેલ છે .

આકૃતિ

સ્ત્રીમાં ઋતુચક્રની image


ચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી ( menstrual phase ) થાય છે , તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને જે 3-5 દિવસો સુધી ચાલે છે .
ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર ( endometrial ) અને તેની રુધિરવાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે .
ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે , જ્યારે અંડકોષ ફલિત હોતો નથી .
ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે . જોકે , તે કેટલાંક અન્ય નીચે દર્શાવેલાં કારણોને લીધે પણ થઈ શકે છે જેવા કે તણાવ , અસ્વસ્થતા વગેરે . ઋતુસ્ત્રાવ તબક્કા બાદ પુટિકીય તબક્કો ( follicular phase ) આવે છે .
આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર ( proliferation ) દ્વારા પુનઃસર્જન પામે છે .
અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય ગોનેડોટ્રોપિન્સ ( LH અને FSH ) નો સ્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુષ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજન્સના સાવને ઉત્તેજે છે .
ચક્રની મધ્યમાં ( આશરે 14 મા દિવસે ) LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે .
LH નો ઝડપી સાવ તેને ચક્રના મધ્યાન ( વચ્ચેના ) સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે , જેને LH પરાકાષ્ઠા કહે છે જે ગ્રાફિયન પુફ્રિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે ( અંડકોષપાત ) .
અંડકોષપાત ( અંડપાત તબક્કો- ovulatory phase ) બાદ સાવી ( લ્યુટિઅલ- luteal ) તબક્કો આવે છે.

જે દરમિયાન ગ્રાફિયન પુફ્રિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે ( આકૃતિ  ) .
કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે .
ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે . ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી .
ફલન ( fertilisation ) ન થવાની સ્થિતિમાં , કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે . આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર ( એન્ડોમેટ્રિયમ ) વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે , જે નવા ચક્રની નિશાની છે .

મેનોપોઝ

માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ ( menopause ) કહે છે . ચક્રીય ઋતુસાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે .

માસિક સ્વચ્છતા

માસિક સ્રાવ દરમિયાન સફાઈ અને સ્વચ્છતાની જાળવણી કરવી ઘણી અગત્યની છે . તમારી પોતાની જાતને નિયમિત રીતે સ્નાન કરી સ્વચ્છ રાખવી . ઘરે બનાવેલ પેડ અને સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો . જરૂરિયાત પ્રમાણે પ્રત્યેક 4-5 કલાક પછી સેનેટરી નેપકીન કે ઘરે બનાવેલ પેડને બદલવા . વપરાયેલા સેનેટરી નેપકીનનો નિકાલ યોગ્ય રીતે કાગળમાં વીંટાળીને કરવો . વપરાયેલા નેપકીનને ખુલ્લા વિસ્તારમાં કે શૌચાલયની ગટરની પાઇપલાઇનમાં નિકાલ કરવો નહિ . નેપકીનનો ઉપયોગ કર્યા પછી હાથ સાબુથી ધોવા .

Post a Comment

0 Comments