નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

લિંગ નિશ્ચયન એટલે શું ? માનવમાં લિંગ નિશ્ચયન જણાવો

લિંગ નિશ્ચયન 

( Sex Determination ) 

લિંગ - નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશ માટે જનીનશાસ્ત્રીઓ માટે એક કોયડો બની રહી . 

જનીનિક / રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ - નિર્ધારણના પ્રારંભિક સંકેત કીટકો પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો પરથી પ્રાપ્ત થયા . 

વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણોએ લિંગ - નિશ્ચયનના જનીનિક / રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો . 

હેન્કિંગે ( Henking - 1891 ) માં કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષકેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી . 

તેઓએ એ પણ જોયું કે 50 % શુક્રકોષમાં શુક્રકોષજનન પછી આ સંરચના જોઈ શકાય છે . 

જ્યારે બાકીના 50 ટકામાં આ સંરચના જોવા મળતી નથી . 

લિંગ નિશ્ચયન image


હેન્કિંગે આ સંરચનાને X- કાય ( X - body ) નામ આપ્યું પરંતુ તે તેના મહત્ત્વન સમજાવી ન શક્યા . 

અન્ય વૈજ્ઞાનિકોએ શોધકાર્યોથી એ નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનું X- કાય વાસ્તવમાં રંગસૂત્ર જ હતું . એટલા માટે તેને X- રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું . 

એ પણ જોવામાં આવ્યું કે , ઘણાબધા કીટકોમાં લિંગ - નિશ્ચયનની ક્રિયાવિધિ XO પ્રકારની હોય છે . અર્થાત્ બધા જ અંડકોષોમાં અન્ય રંગસૂત્રો ( દૈહિક રંગસૂત્રો ) સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે . 

બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં આ X- રંગસૂત્ર હોય છે , જ્યારે કેટલાકમાં હોતું નથી . 

X- રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે અને જો X- રંગસૂત્રરહિત શુક્રકોષ વડે ફલિત થાય તો તે નર બની જાય છે . 

શું તમે વિચારો છો કે નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે ? 

આ X- રંગસૂત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર ( sex chro mosome ) નામ આપવામાં આવ્યું . બાકીનાં બીજાં રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો ( autosomes ) નામ આપવામાં આવ્યું . 

તીતીઘોડો Xo પ્રકારના લિંગ - નિશ્ચયનનું ઉદાહરણ છે . તેમાં તરમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક x- રંગસૂત્ર આવેલું હોય છે . જ્યારે માદામાં X- રંગસૂત્રની એક જોડ આવેલી હોય છે . 

આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ - નિશ્ચયનની ક્રિયાવિધિને સમજવા માટે અન્ય ઘણીબધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી . 

ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં XY પ્રકારનું લિંગ - નિશ્ચયન જોવા મળ્યું . 

જ્યાં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે . નરમાં એક રંગસૂત્ર X હોય છે . 

પરંતુ તેનું જોડીદાર સ્પષ્ટ નાનું હોય છે જેને Y રંગસૂત્ર કહેવાય છે . 

દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે . બીજા શબ્દોમાં નરમાં દૈહિક રંગસૂત્રો સાથે XY હોય છે અને માદામાં દૈહિક રંગસૂત્રો સાથે XX હોય છે . 

ઉદાહરણ તરીકે , મનુષ્ય તથા ડોસોફિલામાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક X અને એક Y રંગસૂત્ર હોય છે . 

જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક જોડ X- રંગસૂત્ર હોય છે ( આકૃતિ ) . 

ઉપરની સમજૂતીમાં તમે બે પ્રકારના લિંગ - નિશ્ચયન એટલે X0 પ્રકાર અને XY પ્રકારનો અભ્યાસ કર્યો . 

બંનેમાં નર બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે છે . 

( a ) X- રંગસૂત્ર સહિત અથવા રહિત ( b ) કેટલાક જન્યુઓમાં X- રંગસૂત્ર અને કેટલાકમાં Y - રંગસૂત્ર . 

આ પ્રકારની લિંગ - નિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમયુગ્મકતા ( male heterogamety ) કહેવાય છે . 

કેટલાક અન્ય સજીવોમાં જેમકે , પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ - નિશ્ચયન જોવા મળ્યું ( આકૃતિ  ) . 

આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્રો દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે . એટલે કે માદામાં વિષમયુગ્મકતા ( female heterogamety ) જોવા મળે છે . 

અગાઉ વર્ણવેલ લિંગ નિશ્ચયનથી વિશિષ્ટ પદ્ધતિના ઉદેશથી માદા પક્ષીઓનાં લિંગી રંગસૂત્રોને Z અને w રંગસૂત્ર વડે દર્શાવ્યા છે . 

આ સજીવોમાં માદા એક Z અને એક W રંગસૂત્ર ધરાવે છે , જ્યારે નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત Z રંગસૂત્રની એક જોડ આવેલી હોય છે . 

મનુષ્યમાં લિંગ નિશ્ચયન ( Sex Determination in Humans ) 

જેમકે પહેલા સમજાવવામાં આવ્યું કે , મનુષ્યમાં લિંગ - નિશ્ચયન XY પ્રકારનું હોય છે . કુલ 23 જોડ રંગસૂત્રોમાંથી 22 જોડ નર અને માદામાં બિલકુલ એકસમાન હોય છે , જેને દૈહિક રંગસૂત્રો કહેવાય છે . 

માદામાં X- રંગસૂત્રની એક જોડ હોય છે અને નરમાં X- રંગસૂત્ર ઉપરાંત એક Y- રંગસૂત્ર હોય છે જે નરનાં લક્ષણોને નિર્ધારિત કરે છે . 

નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ બને છે . કુલ ઉત્પન્ન થતા શુક્રકોષમાંથી 50 % X- રંગસૂત્રયુક્ત હોય છે અને 50 % Y યુક્ત હોય છે . 

તેની સાથે દૈહિક રંગસૂત્રો તો હોય છે જ . માદામાં માત્ર એક જ પ્રકારનો અંડકોષ બને છે , જેમાં X- રંગસૂત્ર હોય છે . 

અંડકોષમાં X અથવા Y પ્રકારનાં રંગસૂત્રોથી ફલન થવાની સંભાવના સરખી રહે છે . 

જો અંડકોષનું ફલન X પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મનજ ( ફલિતાંડ ) માદા ( XX ) માં વિકસિત થશે અને જો Y પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થવાથી નર સંતતિ જન્મ લે છે . 

આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ - નિશ્ચયન કરે છે . 

એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના 50 % હોય છે . 

આ આપણી કમનસીબી છે કે સમાજ કન્યાના જન્મ માટે માતાને દોષિત ગણે છે . આ ખોટા વિચારોના કારણે તેની સાથે બર્હિષ્કૃત વ્યવહાર થતા આવ્યા છે .

Post a Comment

0 Comments