નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

શૂન્ય ( 0 ) ની શોધ | ભારતનું પ્રાચિન ગણિતશાસ્ત્ર

ભારતનું પ્રાચિન ગણિતશાસ્ત્ર

જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે . 

શૂન્ય ( 0 ) ની શોધ

ભારતે દુનિયાને શૂન્ય ( 0 ) ની શોધ , દશાંશ પદ્ધતિ , બીજગણિત , બોધાયનનો પ્રમેય , રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી . 

શૂન્ય ( 0 ) ની શોધ આર્યભટ્ટે કરી . 

આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ‘ ગૃત્સમદ ’ નામના ઋષિ હતા .

પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1 ( એક ) ની પાછળ 53 ( ત્રેપન ) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નિર્ધારિત કર્યા છે . 

શૂન્ય ( 0 ) ની શોધ આર્યભટ્ટ image

દશાંશ પદ્ધતિ

' મોહેં - જો - દડો ’ અને ‘ હડપ્પા’ના અવશેષોમાં તોલમાપનાં સાધનોમાં ‘ દશાંશ પદ્ધતિ ' જોવા મળી છે . 

ભાસ્કરાચાર્યે ઈ.સ. 1150 માં ‘ લીલાવતી ગણિત ’ અને ‘ બીજ ગણિત ’ નામના ગ્રંથો લખ્યા . 

તેમણે + ( સરવાળા ) – - ( બાદબાકી ) નું પણ સંશોધન કર્યું હતું . બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા . 

બોધાયન પ્રમેય ( ત્રિકોણમિતિ ) આપસંભે શુલ્વસૂત્રોમાં ( ઈ.સ. 800 પૂર્વે ) વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓનાં પ્રમાણ નિશ્ચિત કર્યાં છે . એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે .

π ની કિંમત

આર્યભટ્ટના ‘ આર્યભટ્ટીયમ્ ’ ગ્રંથમાં ૮ ( પાઈ ) ની કિંમત 2 ( 3.14 ) જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે . 

તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક ( પાઇ ) છે . 

ભાગાકારની આધુનિક પદ્ધતિ , ગુણાકાર , સરવાળા , બાદબાકી , વર્ગમૂળ , ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે . તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા ' તરીકે ઓળખવામાં આવે છે . 

આ ઉપરાંત તેમણે ‘ દશગીતિકા ' , ‘ આર્યભટ્ટીયમ્ ’ જેવા ગ્રંથ લખ્યા હતા . ‘ આર્યસિદ્ધાંત’માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે . 

ગણિત , અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું . 

આ ઉપરાંત ગણિતશાસ્ત્રનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી . તેમાં બોધાયન , આપસ્તંભ અને કાત્યાયન , ભાસ્કરાચાર્ય , બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય .

Post a Comment

0 Comments