આર્થિક ઉદારીકરણ એટલે શું? તેનાં લાભ અને ગેરલાભ.
આર્થિક ઉદારીકરણ
આર્થિક ઉદારીકરણ એટલે શું?
સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે .
શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે :
આર્થિક સુધારાઓ
( 1 ) 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી .
( 2 ) રેલવે , અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયનાં તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં .
( 3 ) ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી .
( 4 ) પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી .
ઉદારીકરણના લાભો
( 1 ) ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનમાં વધારો થયો .
( 2 ) ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ .
( 3 ) વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો થયો .
( 4 ) ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો .
ઉદારીકરણના ગેરલાભો
( 1 ) ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઈજારાશાહીનાં વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી .
( 2 ) માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું .
( 3 ) આવકની અસમાનતામાં વધારો થયો .
( 4 ) આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો .
Post a Comment
0 Comments