નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

વન સંરક્ષણ અંગેના ઉપાયો વિશે જાણો

નિર્વનીકરણ ( જંગલ વિનાશ )

નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું . 

અત્યંત ઊંચા દરે થતું ‘ નિર્વનીકરણ ’ આપણા દેશની નહિ પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે . 

માનવીની વિકાસયાત્રાનું પરિણામ તેને ગણી શકાય . જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે . 

નિર્વનીકરણની અસરો

નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે . વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે . રિત ગૃહ પ્રભાવની ( ગ્રીન હાઉસ ઈફેક્ટ ) અસરો વધારે ઘેરી બને છે . વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે . 

દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે . વળી , અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા , તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટનાં ક્ષેત્રો તરફ આવી ચડે છે . માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકનાં ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે . 

વન સંરક્ષણ અંગેના ઉપાયો

♦ લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં . તેથી લાકડાનો વપરાશ ઘટતાં વનો બચશે . જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્ય પણે કાપવાં પડે તેની જગ્યાએ નવાં એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઈએ . અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ . 

♦ જે ઉદ્યોગો જંગલોમાંથી કાચોમાલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ . ઇકો - ટુરીઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું . સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું . 

♦ શાળા - કૉલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વનસંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી .

♦ ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ ( Social Forestry ) અને કૃષિ વનીકરણ ( Agro Forestry ) ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવાં .

♦ બળતણની જરૂરિયાતમાં લાકડાંના વપરાશને બદલે સૌરઊર્જા , કુદરતી વાયુ , વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ . 

♦ વનસંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો . કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે . દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે . તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું . 

♦ જંગલ ક્ષેત્રોમાં આવેલાં ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા - યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતાં અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે .

♦પશુચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ .

Post a Comment

0 Comments