આમુખ શું છે ? આમુખનું મહત્ત્વ અને તેનાં આધાર સ્તંભો
આમુખ શું છે ?
આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્ત્વ છે . બંધારણની શરૂઆત આમુખથી થાય છે . આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે .
1976 ના 42 મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી ‘ ‘ સમાજવાદી ’ ’ ‘ ‘ બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ ‘ રાષ્ટ્રીય એકતા ’ અને ‘ રાષ્ટ્રની અખંડિતતા'નો પણ સમાવેશ કરવામાં આવ્યો .
આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ , ધ્યેયો , આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે . આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં ‘ કલ્યાણરાજ ’ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઇચ્છે છે એવું સ્પષ્ટ કરે છે .
આમ , આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે .
આમુખનું મહત્ત્વ
આમુખને બંધારણનો આત્મા કહ્યો છે તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે .
કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે . કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે .
કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે . આમ , આમુખ બંધારણનો અર્ક છે .
કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય , કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં , તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે .
આમ , આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે . આમુખ રાષ્ટ્રની એકતા , અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે . આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે .
આમુખના આધારસ્તંભો
ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે , અમે ભારતના લોકો , સાર્વભૌમ , સમાજવાદી , બિનસાંપ્રદાયિક , લોકશાહી , પ્રજાસત્તાક , બંધુતા , ન્યાય , સમાનતા , સ્વાતંત્ર્ય , રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે .
જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા ત્રણ આધારસ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું .
(1)લોકશાહી
(2)સમાજવાદી
(3)બિનસાંપ્રદાયિકતા
Post a Comment
0 Comments