નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ગુજરાતની ગુફાઓ (Caves of Gujarat )

 ગુજરાતની ગુફાઓ 

( Caves of Gujarat)

( 1 ) જૂનાગઢ ગુફાઓ : 

જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે 

( 1 ) બાવાખારાનો ગુફા સમૂહ : આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે . આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે . પહેલી હારમાં ચાર , બીજી ઘરમાં સાત અને ત્રીજી હા ૨ માં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે . તે ઈસ્વીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે . 

( 2 ) ઉપરકોટની ગુફાઓ : આ ગુફાઓ બે મજલામાં આવેલ છે , નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે . ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ . 

( 3 ) ખાપરા કોડિયાની ગુફાઓ , કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય . ગુફાઓને નુકસાન થયેલ છે . કુલ 20 સ્તંભ આવેલ છે . આ ગુફા ઈ , સ , ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે . 

( 2 ) ખંભાલીડા ગુફા : 

રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ( ઈ.સ. 1959 માં ) શોધાઈ છે . તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં પયુક્ત ચૈત્યગૃહ પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્ત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ બીજી - ત્રીજી સદીની છે 

( 3 ) તળાજા ગુફા : 

શેત્રુંજી નદીના મુખપાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે , તે ‘ તાલધ્વજગિરિ ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે . પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો આવેલો છે . ‘ એભલમંડપ ’ ( સભાખંડ ) અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ છે . બૌદ્ધ ધર્મના સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસ્વીસનની ત્રીજી સદીની છે . 

( 4 ) સાણા ગુફા : 

ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકીયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે . સાણા ડુંગર ઉપર મધપૂડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે . 

( 5 ) ઢાંક ગુફા : 

રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકિગિર આવેલો છે . ઢાંકની ગુફાઓ ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે . 

( 6 ) ઝીંઝુરીઝર : 

ઢાંકની પશ્ચિમે સાતેક કિમીના અંતરે સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે . ઈ.સ.ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે . 

( 7 ) કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ: 

કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે . કુલ બે ગુફાઓ છે . ( ઈ.સ. 1967 માં ) આ ગુફાઓ કે કા . શાસ્ત્રીએ શોધી કાઢી છે . 

( 8 ) કડિયાડુંગર ગુફા : 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કડિયાડુંગરની ત્રણ ગુફાઓ આવેલી છે . એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે . અહીં ગુફા સ્થાપત્ય બેનમૂન છે . એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે . સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે .

Post a Comment

0 Comments