કાર્બનનાં અપરરૂપો(Carbon-Appearances)
કાર્બનનાં અપરરૂપો (Carbon-Appearances)
કાર્બન તત્ત્વ કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદાં - જુદાં સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે .
હીરો અને ગ્રૅફાઇટ બંને કાર્બન પરમાણુઓના જ બનેલા હોય છે , કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે .
હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય ચાર પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે .
ગ્રૅફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય ત્રણ પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે .
આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે અને આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે .
એક સ્તર ૫૨ બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા ગ્રૅફાઇટનું બંધારણ રચાય છે .
આ બંને જુદાં - જુદાં બંધારણોને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા હોય છે , તેમ છતાં તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે .
હીરો અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ છે .
જ્યારે ગ્રૅફાઇટ લીસો ( Smooth ) અને ચીકણો ( Slippery ) છે .
તમે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરેલ અન્ય અધાતુઓ કરતાં ગ્રૅફાઇટ ખૂબ જ સારો વિદ્યુતનો સુવાહક પણ છે .
શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચાં દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય છે .
આ સંશ્લેષિત કરેલા હીરા નાના હોય છે , પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી .
ફુલેરિન્સ કાર્બનનાં અ ૫૨ રૂપોનો અન્ય વર્ગ રચે છે . સૌપ્રથમ ઓળખાયેલ C - 60 કે જે ફૂટબૉલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે .
તે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર ( Buckminster Fuller ) દ્વારા ડિઝાઇન કરેલ જિયોડેસિક ગુંબજ ( Geodesic dome ) જેવો દેખાય છે , તેથી આ અણુનું નામ ફુલેરિન રાખવામાં આવ્યું .
Post a Comment
0 Comments