નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ભારતના સડકમાર્ગો અથવા ભૂમિ પરિવહન

ભારતના સડકમાર્ગો અથવા ભૂમિ પરિવહન

પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું મહત્ત્વ વધુ હતું . 

ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી . 

સડકમાર્ગ , રેલમાર્ગ , દરિયાઈમાર્ગ તથા હવાઈમાર્ગોના પૂરક બની રહે છે . 

સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપકક્ષેત્ર , માલની સુરક્ષા , સમયની બચત અને બહુમુખી અને સરતી સેવા થાય છે . 

માલ - સામાન , માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે સડકમાર્ગ , ભારતની સડકપ્રણાલિ યુ.એસ.એ. અને ચીન પછી વિશ્વની ત્રીજી મોટામાં મોટી પ્રણાલિકાઓમાંની એક છે . આટલું જાણવું ગમશે !! દેશમાં ફુલ પરિવહનના 83 % સડકો , 9 % રેલવે , 6 % હવાઈ માર્ગ અને 2 % જળમાર્ગ છે . 

ભારતીય સડકમાર્ગોનું વર્ગીકરણ 

( 1 ) રાષ્ટ્રીય ધોરીમાર્ગ ( 2 ) રાજ્ય રાજમાર્ગ ( 3 ) જિલ્લા માર્ગ ( 4 ) ગ્રામીણ સડક માર્ગ ( 5 ) સરહદી માર્ગ 

( 1 ) રાષ્ટ્રીય ધોરી માર્ગ ( National Highway ) :

રાષ્ટ્રીય ધોરી માર્ગો આર્થિક દૃષ્ટિએ જ નહિ , પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ પણ અતિ મહત્ત્વના છે . 

આ માર્ગોના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે . આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને મોટા - મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરોને તથા મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવ્યાં છે . 

ભારતને મ્યાનમાર , પાકિસ્તાન , નેપાળ , ભૂતાન , ચીન જેવા પડોશી દેશો સાથે પણ આ સડકો જોડે છે , રાષ્ટ્રીય ધોરી માર્ગ -44 દેશમાં સૌથી લાંબો છે જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે . 

સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત દિલ્લી , મુંબઈ , ચેન્નઇ તથા કોલકાતા એ ચાર મહાનગરોને જોડનારી યોજના છે . 141 , 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે . 

ભારત સરકારે વર્ષ 2011 માં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં પરિવર્તન કરેલ છે . 

ગુજરાતમાંથી 27 , 41 , 47 , 48 , જનસંખ્યાના આધારે જોઈએ તો ચંડીગઢ , પુડુચેરી , દિલ્લી , ગોવા જેવાં રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે છે . 

મિઝોરમ , અરુણાચલપ્રદેશ , મેઘાલય , મણિપુર જેવાં રાજ્યોનો ત્યાર પછી ક્રમ આવે છે . વધારે વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશ , પશ્ચિમ બંગાળ , બિહાર , મધ્યપ્રદેશ , રાજસ્થાન , મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે . 

( 2 ) રાજ્ય ધોરી માર્ગ ( State Highway ) :

વ્યાપાર અને ઉદ્યોગની દૃષ્ટિએ રાજ્યના ધોરી માર્ગોનું મહત્ત્વ છે . આ સડકો રાજમાર્ગો તથા જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલ છે . આ સડકોના નિર્માણ તથા સારી પરિસ્થિતિમાં રાખવાની જવાબદારી જે - તે રાજ્ય સરકારોની છે . 

( 3 ) જિલ્લા માર્ગ ( District Roads ) : 

આ સડકો ગામડાં તથા શહેરોને જિલ્લાના મુખ્ય મથક સાથે જોડે છે તથા તાલુકા મથકોને જિલ્લા મથકો સાથે જોડે છે . પહેલાં આ સડકો કાચી હતી , હવે લગભગ બધી જ સડકો પાકી સડકોમાં પરિવર્તિત થઈ ચૂકી છે . તેની જાળવણી જિલ્લા પંચાયત કરે છે . 

( 4 ) ગ્રામીણ માર્ગ ( Village Roads ) :

આ સડકોનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે . ગામડાં પાસેથી પસાર થતા રસ્તાને જોડતી સડકો કાચી હોવાથી ચોમાસામાં બહુઉપયોગી બનતી નથી . પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે . તે યોજના મુજબ આ સડકોને પાકી કરવાનું કામ મોટા પાયા પર થયું છે . 

( 5 ) સરહદી માર્ગ ( Border Rond ) :

સરહદ માર્ગ સંસ્થાન ( Border Road Organization ) ની સ્થાપના 1960 માં કરવામાં આવી . દેશના સંરક્ષણ માટે સંરક્ષણના હેતુથી સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ આ સંસ્થા દ્વારા થાય છે . દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ , તેનો નિભાવ , બરફ હટાવવા જેવાં કાર્યો પણ તે કરે છે . 

ઍકસપ્રેસ ધોરી માર્ગ ( Express Higliway ) એક્સપ્રેસ હાઇવેને દ્રુતગતિ માર્ગ પણ કહેવાય છે . ચારથી છ લેનવાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે . આ રસ્તાઓમાં રેલવે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવે ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે . 

ગુજરાતમાં અમદાવાદથી વડોદરા ઍક્સપ્રેસ હાઈવે આનું ઉદાહરણ છે . આ રસ્તાનો ઉપયોગ કરવા બદલ ઠરાવેલ ટોલટેક્ષ ભરવો પડે છે . દેશનાં મુખ્ય બંદરોને જોડતા રસ્તા પણ બનાવવામાં આવ્યા છે .

Post a Comment

0 Comments