નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ભારતનો પ્રાકૃતિક વારસો (Natural Heritage of India)

ભારતનો પ્રાકૃતિક વારસો (Natural Heritage of India)

“ પ્રકૃતિ , પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો . ” 

પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે . ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે . જેમાં ઊંચા પર્વતો , નદીઓ , ઝરણાં , સાગરો , લાંબા દરિયાકિનારા , વિશાળ ફળદ્રુપ મેદાનો , ખીણ પ્રદેશો , રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો , વનસ્પતિ , જીવજંતુઓ , ઋતુઓ , પશુ - પક્ષી , પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદૃશ્યો ( Landscape ) , વિવિધ પ્રકારના ખડકો , ખનીજોનો સમાવેશ થાય છે . આપણે સૌ પ્રકૃતિનાં સંતાન છીએ .

 પ્રકૃતિએ આપણી આહાર , પાણી , શુદ્ધ વાયુ તેમ જ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે . પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનાં ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતકકથાઓમાં જોવા મળે છે . 

આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે . આપણાં ગીતો , તહેવારો , કવિતાઓ , ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે . નિસર્ગોપચાર ( નેચરોપથી ) , આયુર્વેદિક , યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે . 

( 1 ) ભૂમિર્દશ્યો ( Landscapes ) :

ભૂમિ - આકારો દ્વારા અનેક ભૂમિર્દશ્યોનું સર્જન જોવા મળે છે . દા.ત. , હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે . હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ , ખનીજો , અવનવાં પશુ - પંખી અને શિખરો બરફથી છવાયેલાં રહે છે . 

તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે . તરાઇનાં જંગલો પણ ત્યાં આવેલાં છે . હિમાલયમાં અમરનાથ , બદ્રીનાથ , કેદારનાથ જેવાં યાત્રાનાં સ્થળો , નંદાદેવી જેવાં શિખરો પણ આવેલાં છે . ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે . 

( 2 ) નદીઓ ( Rivers ) :

પ્રાચીનકાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે . ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે . સિંધુ , ગંગા , યમુના , સરસ્વતી , નર્મદા , ગોદાવરી , કૃષ્ણા , કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે . 

પીવાનું પાણી , વપરાશનું પાણી , સિંચાઈ , વીજળી , ખેતી , જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રિમ છે . તે ઉપરાંત માટીનાં વાસણો , મકાનો , લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે . 

આમ , નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે . આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીકિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય , ક્લાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે . તેથી આપણે નદીને ‘ લોકમાતા’નું બહુમાન આપ્યું છે . 

( 3 ) વનસ્પતિજીવન ( Vegetation ) :

ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે જેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ , પુષ્પપ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે . માણસ , પ્રાણી , પશુ - પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે . ભારતમાં વડ , પીપળો , તુલસી વગેરેની પૂજા , ધૂપ - દીપ , કરવામાં આવે છે , વટસાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે . 

અનાજ , કઠોળ , તેલિબિયાંના છોડ , ધન - ધાન્યથી લહેરાતાં ખેતરો , વનસમૃદ્ધિથી ભરેલાં જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીનકાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે . 

હરડે , આંબળા , બહેડાં , કુંવારપાઠું , અરડૂસી , લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો , ગુલાબ , કમળ , ડમરો , સૂરજમુખી , ચંપો , નિશાગંધા , જૂઈ વગેરે જેવાં પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર , સુવાસિત , નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે . આમ , ભારતના સામાજિક , ધાર્મિક જીવન ૫૨ વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે . 

( 4 ) વન્યજીવન ( Wild Life ) :

પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે . વાઘ , સિંહ , હાથી , ગેંડો , શિયાળ , રીંછ , હરણ , રોઝ , સાબર , સસલા , અજગર , સાપ , નાગ , નોળિયા , ઘો , શાહૂડી જેવા અનેક જીવો જોવા મળે છે . વિશ્વમાં એશિયાઇ સિંહો માત્ર ગુજરાતના ગીરનાં જંગલોમાં જોવા મળે છે . 

આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાંક વન્યજીવોને વાઘ , મોર , મગર , ગરુડ વગેરેને દેવ - દેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે . આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ ચાર સિંહ , ઘોડો , હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે . વળી , આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે .

Post a Comment

0 Comments