નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ટ્રાફિક સમસ્યા દુર ના ઉપાયો જણાવો.

ટ્રાફિક સમસ્યા દુર ના ઉપાયો

Traffic image

  • ટ્રાફિક સમસ્યાના ઉકેલમાં તમારો નોંધપાત્ર ફાળો આ રીતે આપી શકો .
  • વાહન ચલાવવા માટેનું લાઇસન્સ ધરાવતા નથી તો તમે વાહન ન ચલાવો .  
  • અનિવાર્ય સંજોગો ન હોય તો બિનજરૂરી ઓવરટેક ન કરો . 
  • સાઇકલ , સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનો રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવાં જોઈએ . 
  • ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત ન કરો . અનિવાર્ય હોય તો સાઇડ બતાવી રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી પછી જ મોબાઇલ ફોનમાં વાત કરવી . 
  • 108 તથા ઍમ્બ્યુલન્સ , ફાયરબ્રિગેડના વાહનને પહેલાં પસાર થવા દો . 
  • બિનજરૂરી હૉર્ન વગાડી ઘોંઘાટ ન કરો . 
  • ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો . 
  • નજીકનાં સ્થળોએ ચાલીને જાવ અથવા સાઇકલનો ઉપયોગ કરો . 
  • રાત્રીના સમયે વાહન ચલાવતી વખતે આવશ્યક હોય ત્યારે ડીપરનો ઉપયોગ કરવો . 
  • વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું . 
  • નિયત સમય - મર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરાવવી . 
  • અગ્નિશામક તેમજ પ્રાથમિક સારવારપેટી વાહનમાં રાખવી . 
  • વાહન ચલાવતા પૂર્વે પૂરતું ઈંધણ , ટાયરમાં હવાનું જરૂરી દબાણ તેમજ વાહનમાં કોઇ યાંત્રિક ખામી છે કે નહી તેની ચકાસણી કરી લેવી . 
  • વાહનમાં સ્પેર વીલની વ્યવસ્થા પણ રાખવી . 
  • ગાડીમાં બેઠેલી તમામ વ્યક્તિઓએ સિટબેલ્ટનો ઉપયોગ અવશ્ય કરવો . 
  • વાહન પાછળ રેડિયમ પટ્ટી તથા રિફલેક્ટર લગાવવા . 
  • રેલવે ફાટક પર કે અન્ય સિગ્નલ પર ઊભા રહેતા વાહનો બંધ કરવા જેથી ઈંધણનો બચાવ થાય . 
  • વાહન ચાલકે ટ્રાફિક અંગેના નિયમોની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી . 
  • વાહન ચાલકોએ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે 
  • એકમાર્ગીય રસ્તા ઉપર વિરુધ્ધ દિશામાં વાહન ચલાવવું નહિ . 
  • વાહન ચાલકે વાહનની બંને બાજુના તેમજ વચ્ચે રહેલા અરીસાનો ઉપયોગ કરવો . 
  • વાહનનું પાર્કીંગ નિયત કરેલ સ્થળે અને અડચણરૂપ ન બને એ રીતે કરવું . 
  • તમામ વાહનોની બ્રેકલાઇટ ચાલુ હોવી જ જોઇએ . 
  • જમણી બાજુ કે ડાબી બાજુ રસ્તો પસાર કરતાં સમયે જે તે ઇન્ડિકેટર લાઇટનો ઉપયોગ કરવો . 
  •  સ્ટેટહાઇવે પર તેમજ એક્સપ્રેસ હાઇવે પર લાઇન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત થયેલ લેનમાં ચલાવવી જોઇએ . ભારવાહક સાધનો ડાબી સાઇડે ચાલે તેનું ધ્યાન રાખવું . 
  • માલવાહક વાહનોમાં ઉતારઓને બેસાડવા નહિ . 
  • વાહન ચલાવતા ગતિ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઇએ . 
  • અકસ્માત સમયે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવો . 
  • રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક 108 નંબરને જાણ કરી ઘાયલ મુસાફરોને સારવાર પહોંચાડવાની વ્યવસ્થામાં મદદરૂપ થવું . 
  • દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું . 
  • રસ્તા પર વળાંક આવતાં વાહનની ગતિ ઓછી કરવી . 
  • શાળા , હોસ્પિટલ વગેરે જેવા ‘ નો હોર્ન ’ વિસ્તારમાંથી પસાર થતી વખતે હોર્ન વગાડવું નહિ તથા ગતિ મર્યાદા જાળવવી . 
  • બમ્પ આવે ત્યારે પણ ગતિમાં ઘટાડો કરવો .

Post a Comment

0 Comments