નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ભૂકંપ વિશે જાણવા જેવું? શું કરવું અને શું નાં કરવું તેની સંપુર્ણ માહીતી

ભૂકંપ

ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વી સપાટીનું કંપવું કહે છે . 

બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે . 

પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય છે . 

ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારો તારવી શકાય છે , પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી . 

આમ , ભૂકંપ આગાહીના અભાવમાં ખૂબ મોટી જાન - માલની ખુવારી કરે છે . 

ભૂકંપ image


ભૂકંપ વખતે શું કરવું ?

● ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું . 

• જો શાળામાં હોવ તો પાટલીઓ નીચે બેસી જાવ . 

• જો બહાર ખુલ્લામાં હોવ તો મકાનો , વરંડા , વીજળીની લાઇનો કે વીજળીના થાંભલાથી દૂર રહેવું . 

• જો વાહન હંકારતા હોવ તો પુલની ઉપર કે નીચે , લાઇટના થાંભલા કે વીજળીની લાઇન કે ટ્રાફિક સિગ્નલથી આપનું વાહન દૂર થોભાવી દો . 

● ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો . 

●ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રિજ , દીવાલ પર લગાડેલા ફોટા કે છત પરના પંખા ( સીલિંગ ફૅન ) પાછળથી પણ પડી શકે છે માટે તેનાથી દૂર રહેવું . 

●ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળો . 

● નવાં બનતાં મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાહનાં બનાવવાં જોઈએ . 

ભૂકંપ વખતે શું ન કરવું ?

• ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ના કરવી . ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયાસ ના કરો . 

● નીચે ઊતરવા માટે લિફ્ટનો ઉપયોગ ના કરવો . 

• જો તમે ઘરમાં હોવ તો લાકડાનાં કબાટ , તિજોરી , અરીસા કે કાચનાં ઝુમ્મર નીચે ઊભા ના રહેશો . 

● રસોઈ ગૅસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દીવાસળી , લાઇટર કે વીજળીનાં સાધનો ચાલુ ના કરશો કારણ કે ગૅસ ગળતરને લીધે વિસ્ફોટની સંભાવના રહે છે . 

● તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન ન કરવા . એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરી ટૅલિફોન નેટવર્ક ઠપ થતાં અવરોધાય છે .

Post a Comment

0 Comments