કપાલભાતિ પ્રાણાયામની પદ્ધતિ-ફાયદા-અને તકેદારી ની સંપુર્ણ માહીતી.
કપાલભાતિ
કપાલનો અર્થ મસ્તિષ્ક થાય છે અને ભાતિ એટલે ચમકાવવું , પ્રકાશિત થવું , તેજસ્વી થવું .
આ ક્રિયા મસ્તિષ્કને ચમકાવતી હોવાથી તેને કપાલભાતિ કહે છે .
કપાલભાતિથી પ્રાણાયામ જેવા જ ખૂબ જ અસરકારક પરિણામ મળતા હોવાથી તેને અમુક લોકો કપાલભાતિ પ્રાણાયામ કહે છે , પરંતુ વાસ્તવમાં કપાલભાતિ એ એક ઉત્તમ શોધનક્રિયા છે .
પદ્ધતિ
( 1 ) પદ્માસન કે સુખાસનમાં બેસી શરીરને સીધું રાખવું .
( 2 ) હથેળીઓ દ્વારા જ્ઞાનમુદ્રા બનાવી બંને હાથને જે - તે ઘૂંટણ પર રાખવા .
( 3 ) આંખો બંધ કરી શ્વાસોચ્છ્વાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું .
( 4 ) હવે પેટના સ્નાયુઓને અંદરની તરફ ધક્કો મારી ઝડપથી શ્વાસને બંને નાસાદ્વાર દ્વારા બહાર કાઢવો .
( 5 ) પેટના સ્નાયુઓને થોડા ઢીલા છોડી ફરીથી પેટને અંદરની તરફ ધક્કો મારી શ્વાસ બહાર કાઢવો .
( 6 ) આ રીતે વારંવાર શ્વાસને બહાર કાઢવાની ક્રિયા એટલે જ કપાલભાતિ .
( 7 ) જ્યારે સતત શ્વાસ છોડતાં છોડતાં થાક લાગે ત્યારે ક્રિયા બંધ કરી શ્વાસની ગતિમાં આવેલાં પરિવર્તનનો અનુભવ કરવો . આ સમયે બંને ભ્રકુટીની વચ્ચે જ્ઞાનચક્ર પર ધ્યાન લગાવી અનુભવ કરવો .
( 8 ) યોગ્ય સમયના આરામ બાદ ત્રણથી પાંચવાર કપાલભાતિનું પુનરાવર્તન કરવું .
ફાયદા
( 1 ) આ ક્રિયાથી ફેફસાંમાં રહેલો અંગારવાયુ ( કાર્બન ડાયોક્સાઇડ CO , ) જેવાં વિષતત્ત્વો પૂરેપૂરાં બહાર નીકળી જવાથી શ્વસનમાર્ગ શુદ્ધ થાય છે .
( 2 ) પેટના તમામ અવયવોને આંતરિક મસાજ મળતાં ગૅસ , એસિડિટી , કબજિયાત જેવા પાચનતંત્રના રોગ દૂર કરી પાચનશક્તિ વધારે છે .
( 3 ) ડાયાબિટીસ , લિવર તથા બરોળના રોગોમાં પ્રભાવી પરિણામ આપે છે .
( 4 ) વધુપડતી સ્થૂળતા કે કૃશતાને દૂર કરી શરીરના બાંધાને સુડોળ બનાવે છે .
( 5 ) ચહેરાને તેજસ્વી બનાવી સૌંદર્યવાન બનાવે છે .
( 6 ) ફેફસાંના તમામ રોગો દૂર કરી અસ્થમા જેવા રોગ પણ મટાડે છે .
( 7 ) મસ્તિષ્કના તમામ કોષોની ક્રિયાશીલતા વધારે છે . યોગની દૃષ્ટિએ આજ્ઞાચક્રને જાગ્રત કરે છે .
ધ્યાનમાં રાખવાની બાબતો
( 1 ) કપાલભાતિના અંતે અત્યંત મહત્ત્વની વાત એ છે કે , શ્વાસોચ્છવાસની ક્રિયા થોડો સમય થંભી જાય છે અને શ્વાસ લેવાની બિલકુલ ઇચ્છા જ થતી નથી . આ સ્થિતિને કૈવલ કુંભક ’ કહેવાય છે . કેવલ કુંભકમાં મન એકદમ શાંત થઈ પ્રસન્નતાનો આહ્લાદક અનુભવ કરે છે .
( 2 ) કપાલભાતિ કરતી વખતે શરીરના કોઈ પણ ભાગનું હલનચલન કરવું નહિ અને શરી ૨ આગળ કે પાછળ ઝૂકી ન જાય તેનું ધ્યાન રાખવું .
( 3 ) આ ક્રિયામાં શ્વાસને ધક્કાપૂર્વક છોડ્યા પછી શ્વાસ લેવાનો નથી . સાધકે માત્ર રેચકની જ ક્રિયા કરવાની છે . માત્ર રેચકનું સ્વરૂપ એટલે જ કપાલભાતિ .
( 4 ) શરૂઆતમાં એક મિનિટમાં 60 સ્ટ્રોકથી શરૂ કરીને નિયમિત અભ્યાસ કરતાં ક્રમશઃ વધુમાં વધુ 120 સ્ટ્રોક સુધી પહોંચી શકાય છે . ષટ્કર્મ કર્યા સિવાય પ્રાણાયામ કરવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત કરવામાં વધારે કષ્ટ કે શ્રમ અનુભવાય છે . ષટ્કર્મી દ્વારા શરીરની અશુદ્ધિઓ દૂર કર્યા બાદ યોગનો આગળનો અભ્યાસ શરીરને વધુ પરિપક્વ બનાવે છે .
Post a Comment
0 Comments