નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

કૃષિ - રસાયણો અને તેમની અસરો ( Agro - Chemicals and Their Effects )

કૃષિ - રસાયણો અને તેમની અસરો 

( Agro - Chemicals and Their Effects )

હરિયાળી ક્રાંતિ ( green revolution ) ના સમયમાં પાકોનું ઉત્પાદન વધારવા માટે અકાર્બનિક ખાતરો તેમજ જંતુનાશકોનો ઉપયોગ અનેકગણો વધી ગયો છે તથા અત્યારે જંતુનાશક ( pesticides ) , તૃણનાશક ( herbicides ) , ફૂગનાશક ( fungicides ) વગેરેનો ઉપયોગ વધુ ને વધુ થવા લાગ્યો છે . 

આ આકસ્મિક ઘટના ક્રમને જોતાં આ રસાયણો એ બધા ધ્યાનમાં ન લેવાયેલા ( non target ) સજીવો માટે પણ ઝેરી છે કે જેઓ ભૂમિ - નિવસનતંત્રનાં મહત્ત્વપૂર્ણ ઘટકો છે . 

શું તમે વિચારી શકો છો કે સ્થળજ નિવસનતંત્રમાં તેમનું જૈવિકવિવર્ધન ( જૈવિકવિશાલન- biomagnified ) કરી શકાય છે ? 

આપણે જાણીએ છીએ કે , રાસાયણિક ખાતરોની વધતી જતી માત્રાનો ઉમેરો જલજ નિવસનતંત્ર અને સુપોષકતાકરણને સામસામે કરી શકે છે . એના પરિણામ સ્વરૂપે કૃષિમાં પ્રવર્તમાન સમસ્યાઓ અતિશય ગંભીર છે .

કાર્બનિક ખેતીના કિસ્સાનું અધ્યયન ( Case Study for Organic Farming )

સંકલિત કાર્બનિક ખેતી ( integrated organic farming ) એક ચક્રીય , કદી કચરો પેદા ન થાય તેવી ( zero waste ) પ્રક્રિયા છે , જ્યાં એક પ્રક્રિયાથી ઉત્પાદિત કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકે કામ કરે છે . 

આ પ્રકારે સંસાધન ( સ્રોત ) ની મહત્તમ ઉપયોગિતા સંભવ છે તથા ઉત્પાદનની ક્ષમતા પણ વધે છે . 

રમેશચંદ્ર ડાગર નામના સોનીપત , હરિયાણાના એક ખેડૂત પણ આ જ કામ કરી રહ્યા છે . તે મધમાખી - પાલન , ડેરી - વ્યવસ્થાપન , જળ - સંગ્રહણ , સેન્દ્રીય બનાવટ તથા કૃષિવિષયક કાર્ય વગેરેનો સમાવેશ એક શ્રૃંખલામય પ્રક્રિયામાં કરી રહ્યા છે , જે એકબીજાને આધારિત છે અને આ પ્રકારે તે એક એકદમ આર્થિક રીતે પરવડે એવી ( કિફાયતી ) અને લાંબો સમય ટકી શકે તેવી ( ટકાઉ ) પ્રવૃત્તિ પણ બની જાય છે .

આ ઊપજો ( પાકો ) માટે રાસાયણિક ખાતરોના ઉપયોગની પણ કોઈ જરૂર નથી રહેતી , કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થો ( છાણ - ગોબર- dung ) નો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે . 

ઊપજના કચરાનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે કરાય છે કે જેનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા ખેતરની ઊર્જાની આવશ્યકતાની પૂર્તિ માટે કુદરતી ગૅસ ઉત્પન્ન કરવા ઉપયોગ કરી શકાય છે . 

આ માહિતી ( જાણકારી ) ના ફેલાવા વિશે ઉત્સાહ દાખવવા તથા સંકલિત કાર્બનિક ખેતીના મહાવરા ( વ્યવસાય કુશળતા પ્રણાલી ) માં મદદ કરવા માટે ડાગરે એક ‘ હરિયાણા કિસાન કલ્યાણ ક્લબ ’ ( Haryana Kisan Welfare Club ) બનાવી છે , જેની વર્તમાન સભ્ય – સંખ્યા 5000 કિસાનો છે .

Post a Comment

0 Comments