નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો ( BASIC PROPERTIES OF ELECTRIC CHARGE )

 વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો ( BASIC PROPERTIES OF ELECTRIC CHARGE )

આપણે જોયું છે કે બે પ્રકારના વિદ્યુતભારો હોય છે , ધન અને ઋણ અને તેમની અસરો એકબીજાને નાબુદ કરે છે . હવે આપણે વિદ્યુતભારના બીજા કેટલાક ગુણધર્મો રજૂ કરીશું . જો વિદ્યુતભારિત પદાર્થોનાં પરિમાણ ( Size ) તેમની વચ્ચેનાં અંતરની સરખામણીએ ખૂબ નાનાં હોય તો આપણે તેમને બિંદુવત્ વિદ્યુતભાર ગણીશું . આવા પદાર્થના વિદ્યુતભારનો બધો જથ્થો અવકાશમાં એક બિંદુએ કેન્દ્રિત થયેલો ધારવામાં આવે છે . 

વિદ્યુતભારનો સરવાળો થાય છે ( Additivity of Charges )

q1 ........ હજી આપણે વિદ્યુતભારની માત્રાત્મક વ્યાખ્યા આપી નથી , આપણે તે હવે પછીના પરિચ્છેદમાં આપીશું . હાલ પૂરતું આપણે એમ ધારી લઈશું કે તે કરી શકાય છે અને હવે ત્યાંથી આગળ જઈશું . 

જો કોઈ તંત્ર બે વિદ્યુતભારો q1 અને q2 ધરાવતું હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર 41 અને q નો માત્ર બૈજિક સરવાળો કરીને મેળવી શકાય , એટલે કે વિદ્યુતભારોનો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો થાય છે , અથવા તેઓ પદાર્થના દળની જેમ અદિશ છે . 

જો તંત્ર n- વિદ્યુતભારો , q1 , q2 , q3 , q4 ,, ધરાવતું હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર q1 + q2 + q3 + . + q , છે . વિદ્યુતભારને દળની જેમ માન હોય છે , પણ દળની જેમ જ તેને પણ દિશા હોતી નથી . 

આમ છતાં દળ અને વિદ્યુતભાર વચ્ચે એક તફાવત છે . દળ હંમેશાં ધન જ હોય છે જ્યારે વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે છે . તંત્રમાંના વિદ્યુતભારોનો સરવાળો કરતી વખતે યોગ્ય ચિહ્નો વાપરવાં પડે છે . 

દાખલા તરીકે કોઈ યાદચ્છિક એકમમાં +1 , +2 , −3 , +4 અને –5 વિદ્યુતભારો ધરાવતા તંત્રનો કુલ વિદ્યુતભાર તે એકમમાં ( +1 ) + ( + 2 ) + ( - 3 ) + ( + 4 ) + ( 5 ) = - 1 છે . 

વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે ( Charge is Conserved ) 

આપણે એ હકીકત પ્રત્યે ઇશારો કરી દીધેલ છે કે જ્યારે પદાર્થોને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે , એક પદાર્થમાંથી ઇલેક્ટ્રૉન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત ( સ્થાન બદલો ) થાય છે પરંતુ કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો કે નાશ પામતો નથી . 

વિદ્યુતભારના કણોનું ચિત્ર આપણને વિદ્યુતભારના સં ૨ ક્ષણનો ખ્યાલ સમજવા માટે મદદરૂપ છે . જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ , ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ ગુમાવે છે . 

ઘણા વિદ્યુતભારિત પદાર્થોના અલગ કરેલા ( Isolated ) તંત્રમાં , પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે વિદ્યુતભારોનું પુનઃ વિતરણ ( redistribution ) થાય છે પરંતુ એવું જણાયું છે કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે.

વિદ્યુતભારનું સંરક્ષણ પ્રાયોગિક રીતે સ્થાપિત થઈ ચુક્યું છે . વિદ્યુતભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકે છે પણ કોઈ પણ અલગ કરેલા તંત્ર વડે ધરાવાતો કુલ ( Net ) વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવાનું શક્ય નથી . 

કેટલીકવાર કુદરત વિદ્યુતભારિત પદાર્થો ઉત્પન્ન કરે છે  ઃ એક ન્યુટ્રોન , પ્રોટોન અને ઇલેક્ટ્રૉનમાં રૂપાંતરિત થાય છે . 

આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રૉન સમાન અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે છે અને તેમના સર્જન અગાઉ અને પછી એમ બંને સ્થિતિમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે .

Post a Comment

0 Comments