નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

કોલસો તેમજ પેટ્રોલિયમ ( Coal and Petroleam )

કોલસો તેમજ પેટ્રોલિયમ 

( Coal and Petroleam ) 

  1. આપણે કેટલાક સ્રોતો જેવા કે જંગલ , વન્યજીવન અને પાણીના સંરક્ષણ તેમજ સુપોષણ કે જાળવણીને સંબંધિત અનેક સમસ્યાઓની ચર્ચા કરી છે . 
  2. જો આપણે તેઓની જાળવણીના ઉપાયો અપનાવીએ તો જેનાથી આપણી જરૂરિયાતોની પૂર્તતા પણ થતી રહેશે . હવે આપણે એક અન્ય મહત્ત્વપૂર્ણ સ્રોત અશ્મિ બળતણ એટલે કે કોલસો તેમજ પેટ્રોલિયમ પર ચર્ચા કરીશું જે ઊર્જાનો મુખ્ય સ્રોત છે . 
  3. ઔદ્યોગિક ક્રાંતિના સમયથી આપણે ઉત્તરોત્તર વધુ ઊર્જા વાપરીએ છીએ જેથી ઊર્જાની જરૂરિયાત વધુ રહે છે . 
  4. આ ઊર્જાનો ઉપયોગ આપણી રોજિંદી ઊર્જાની જરૂરિયાતની આપૂર્તિ અને જીવનોપયોગી પદાર્થોના હેતુ એ કરી રહ્યા છીએ . ઊર્જાસંબંધી આ જરૂરિયાત આપણને કોલસા અને પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે . 
  5. આ ઊર્જાસ્રોતોનું વ્યવસ્થાપન અન્ય સ્રોતોની તુલનામાં કંઈક અંશે ભિન્ન રીતે કરવામાં આવે છે . પેટ્રોલિયમ તેમજ કોલસો લાખો વર્ષ પૂર્વે સજીવોની જૈવમાત્રાના વિઘટનથી પ્રાપ્ત થાય છે . 
  6. આમ , આપણે જેટલી પણ સાવધાની કે સાવચેતીથી તેનો ઉપયોગ કરીએ તોપણ આ સ્રોત ભવિષ્યમાં સમાપ્ત થઈ જ જવાનો છે . 
  7. આમ , ત્યાં સુધી આપણે ઊર્જાના વૈકલ્પિક સ્રોતોની શોધ કરવાની જરૂરિયાત રહે છે . 
  8. આ સ્રોત જો વર્તમાન દરથી ઉપયોગમાં લેવામાં આવે તો તે કેટલા સમય સુધી પ્રાપ્ય રહેશે , તેના વિષયમાં વિવિધ અટકળોને આધારે તેમજ અવલોકનોને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે આપણા પેટ્રોલિયમના સ્રોત લગભગ હવે પછીનાં 40 વર્ષોમાં કોલસો પછીનાં 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે તેમ છે . 
  9. પરંતુ, જ્યારે આપણે કોલસો તેમજ પેટ્રોલિયમના વપરાશની બાબતનો વિચાર કરીએ છીએ ત્યારે ઊર્જાના અન્ય સ્રોતોના વિષયમાં પણ વિચારવું એકમાત્ર આધારભૂત બાબત નથી . 
  10. કારણ કે , કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવભાર ( bio - mass ) થી બને છે . 
  11. જેમાં કાર્બન સિવાય હાઇડ્રોજન , નાઇટ્રોજન તેમજ સલ્ફરની પણ નિયત માત્રા હોય છે . જ્યારે તેને સળગાવીએ કે બાળીએ છીએ ત્યારે કાર્બન ડાયૉક્સાઇડ , પાણી , નાઇટ્રોજનના ઑક્સાઇડ અને સલ્ફરના ઑક્સાઇડ બને છે . 
  12. અપૂરતા ઑક્સિજનમાં સળગતો કોલસો કાર્બન ડાયૉક્સાઇડને સ્થાને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે . 
  13. આ ઉત્પાદનોમાંથી નાઇટ્રોજન તેમજ સલ્ફરના ઑક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુઓ છે અને કાર્બન ડાયૉક્સાઇડ એક ગ્રીનહાઉસ વાયુ છે . 
  14. કોલસો તેમજ પેટ્રોલિયમ પર વિચાર કરવાનો એક દૃષ્ટિકોણ એ પણ છે કે તે કાર્બનનો વિશાળ ભંડાર છે , જો તેની સંપૂર્ણ માત્રામાં કાર્બન સળગવાથી કાર્બન ડાયૉક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય તો વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ જરૂર કરતાં વધારે થઈ જાય જેથી ઝડપથી વૈશ્વિક તાપમાન વધવાની સંભાવના છે . ( Global Warming ) . 
  15. આમ , આ સ્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂરિયાત છે .

Post a Comment

0 Comments