Physics
વાહકો અને અવાહકો ( CONDUCTORS AND INSULATORS )
વાહકો અને અવાહકો
( CONDUCTORS AND INSULATORS )
- ધાતુના એક સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતાં વિદ્યુતભારિત થયો હોવાનો કોઈ સંકેત જણાતો નથી .
- જોકે , લાકડાના કે પ્લાસ્ટિકના હૅન્ડલ ( હાથા ) વાળો ધાતુનો સળિયો તેના ધાતુના ભાગને સ્પર્યા સિવાય ઘસવામાં આવે તો તે વિદ્યુતભારિત થયો હોવાનો સંકેત આપે છે .
- ધારો કે આપણે તાંબાના એક તારને તટસ્થ બરુની ગોળી ( PithBall ) સાથે જોડીએ અને બીજા છેડાને ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે જોડીએ તો આપણને જણાશે કે બરુની ગોળી ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે .
- જો આવો જ પ્રયોગ ( તાંબાના તારને સ્થાને ) નાયલોન દોરી અથવા રબર - બેન્ડ સાથે કરવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા પરથી બરુની ગોળી તરફ કોઈ વિદ્યુતભારનું સ્થાનાંતર થતું નથી .
- સળિયાથી ગોળી તરફ વિદ્યુતભારનું સ્થાનાંતર કેમ થતું નથી ?
- કેટલાંક દ્રવ્યો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે , બીજા થવા દેતા નથી .
- જેઓ તેમનામાંથી વિદ્યુતને સહેલાઇથી પસાર થવા દે છે તેમને સુવાહકો / અથવા વાહકો ( Conductors ) કહે છે .
- તેમની પાસે વિદ્યુતભારો ( ઇલેક્ટ્રૉન ) એવા હોય છે કે જે દ્રવ્યમાં ગતિ કરવા માટે લગભગ મુક્ત હોય છે .
- ધાતુઓ , માનવ તથા પ્રાણી શરીરો અને પૃથ્વી વાહકો છે . કાચ , પોર્સેલીન , પ્લાસ્ટિક , નાયલોન , લાકડું જેવી મોટાભાગની અધાતુઓ તેમનામાંથી વિદ્યુતના પસાર થવાને મોટો અવરોધ દાખવે છે . તેમને અવાહકો ( Insulators ) કહે છે .
- મોટાભાગના પદાર્થો ઉપર જણાવેલ બેમાંથી એક વર્ગમાં આવે છે .
- જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈને સુવાહક પર જાય છે ત્યારે તે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે .
- એથી ઉલટું , જ્યારે અવાહક પર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે , તે જ સ્થાને રહે છે .
- દ્રવ્યોનો આ ગુણધર્મ આપણને એ જણાવે છે કે શાથી નાયલોન કે પ્લાસ્ટિકના કાંસકા વડે સૂકા વાળ ઓળતાં અથવા ઘસવાને કારણે તેઓ વિદ્યુતભારિત થાય છે , પણ ચમચી જેવો ધાતુનો પદાર્થ વિદ્યુતભારિત થતો નથી .
- ધાતુ પરનો વિદ્યુતભાર આપણા શરીર મારફતે જમીનમાં સ્ખલન પામે છે ( જતો રહે છે , Leak થાય છે ) , કારણ કે બંને વિદ્યુતનાં સુવાહક છે .
- જ્યારે આપણે એક વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો વધારાનો વિદ્યુતભાર ક્ષણિક પ્રવાહ રચી , સંપર્ક કરાવતા સુવાહક ( આપણા શરીર જેવા ) મારફતે જમીનમાં પસાર થઈ જાય છે .
- વિદ્યુતભારોની પૃથ્વી સાથે વહેંચણીની આ પ્રક્રિયાને ગ્રાઉન્ડીંગ ( Grounding ) અથવા અર્નિંગ કહે છે .
- અર્થિંગ ( Earthing ) વિદ્યુત પરિપથો અને ઉપકરણોને એક સલામતી પુરી પાડે છે . એક ધાતુની જાડી પ્લેટ જમીનમાં ઊંડે દાટીને , તે પ્લેટમાંથી જાડા ધાતુના તાર બહાર કાઢી તેમને મકાનોમાં ( વિદ્યુતના ) મુખ્ય સપ્લાય પાસે અર્થિંગના હેતુ માટે રાખવામાં આવે છે .
- અર્ધવાહકો ( Semi Conductors ) તરીકે ઓળખાતો એક ત્રીજો વર્ગ પણ છે .
- તેઓ વિદ્યુતભારોની ગતિને જે અવરોધ દાખવે છે તે સુવાહકો અને અવાહકોના વચ્ચેના ગાળામાં હોય છે .
Post a Comment
0 Comments