Std 10 science
પાણીનો સંગ્રહ ( Water Harvesting )
પાણીનો સંગ્રહ
( Water Harvesting )
- જળસંગ્રહ વ્યવસ્થાપનના ભૂમિ અને પાણીના સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે જેથી ‘ જૈવભાર’ના ઉત્પાદનમાં વધારો થઈ શકે .
- તેનો મુખ્ય ઉદ્દેશ ભૂમિ અને પાણી જેવા પ્રાથમિક સ્રોતોનો વિકાસ તથા વપરાશ માટે દ્વિતીય સ્રોત તરીકે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું જેથી પરિસ્થિતિકીય અસંતુલન ન થાય .
- જલસંગ્રહ વ્યવસ્થાપન માત્ર પાણીનો સંગ્રહ કરાતા સમુદાયનાં ઉત્પાદન તેમજ આવક વધારવાનો નથી પણ દુકાળ તેમજ પૂરને પહોંચી વળવાનું છે અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા બંધ કે જળાશયનું આયુષ્ય વધારે છે .
- પ્રવાહ તેમજ જળાશયોની સેવાકાલીન ( આવરદા ) માં અનેક સંગઠનો પ્રાચીન પ્રણાલીથી પાણીના સંરક્ષણને પુનઃજીવિત કરવામાં કાર્યરત છે .
- જે બંધ જેવી મોટી પરિયોજનાઓનો વિકલ્પ બની શકે છે . આ સમુદાયોએ પાણીના સંરક્ષણની એવી સો કરતાં પણ વધારે દેશી પદ્ધતિઓ વિકસાવી છે જેના દ્વારા ધરતી પર પડનારાં પ્રત્યેક ટીપાંનું સંરક્ષણ કરી શકાય જેમકે નાના - નાના ખાડાઓ ખોદવા , સરોવરોનું નિર્માણ કરવું , સામાન્યતઃ પાણી સંગ્રહ વ્યવસ્થાની સ્થાપના કરવી , માટીના નાના બંધ બનાવવા , રેતી અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ જળાશય બનાવવા અને ઘરનાં ઘાબાઓ પરથી પાણીને એકત્રિત કરવું .
- જેથી ભૂમીય જલસ્તર વધતું જાય છે અને નદી પણ પુનઃજીવિત થઈ જાય છે .
- પાણીનો સંગ્રહ ( Water Harvesting ) ભારતમાં ખૂબ જૂની સંકલ્પના છે . રાજસ્થાનમાં પાળા ( ખાદીન ) , મોટા ટાંકા અને નળા , મહારાષ્ટ્રના બંધારસ તેમજ તાલ ( તળાવ ) , મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશમાં બંધિશ , બિહારમાં અહાર અને પાઇન , હિમાચલપ્રદેશમાં કુલહ , જમ્મુના કાંડી વિસ્તારમાં તાલાળ , તમિલનાડુમાં એરિસ ( Tank ) , કેરલમાં સુરંગમ , કર્ણાટકમાં કટ્ટા વગેરે પ્રાચીન પાણીસંગ્રહ અને પાણીના પરિવહનની સંરચનાઓ આજે પણ ઉપયોગમાં આવે છે ( ઉદાહરણ માટે આકૃતિ જુઓ ) .
- પાણીસંગ્રહની પદ્ધતિ સ્થાનિક હોય છે અને તેનો લાભ પણ સ્થાનીય કે મર્યાદિત વિસ્તારને થાય છે . સ્થાનીય નિવાસીઓને તે વિસ્તારના જળસ્રોતોને વ્યવસ્થાપન કરવા દેવાથી તેનો ઓછો વ્યય થાય છે કે સંપૂર્ણ અટકી જાય છે .
- પાણીનો સંગ્રહ ( Water Harvesting ) ભારતમાં ખૂબ જૂની સંકલ્પના છે .
- રાજસ્થાનમાં પાળા ( ખાદીન ) , મોટા ટાંકા અને નળા , મહારાષ્ટ્રના બંધારસ તેમજ તાલ ( તળાવ ) , મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશમાં બંધિશ , બિહારમાં અહાર અને પાઇન , હિમાચલપ્રદેશમાં કુલહ , જમ્મુના કાંડી વિસ્તારમાં તાલાળ , તમિલનાડુમાં એરિસ ( Tank ) , કેરલમાં સુરંગમ્ , કર્ણાટકમાં કટ્ટા વગેરે પ્રાચીન પાણીસંગ્રહ અને પાણીના પરિવહનની સંરચનાઓ આજે પણ ઉપયોગમાં આવે છે ( ઉદાહરણ માટે આકૃતિ જુઓ ) .
- પાણીસંગ્રહની પદ્ધતિ સ્થાનિક હોય છે અને તેનો લાભ પણ સ્થાનીય કે મર્યાદિત વિસ્તારને થાય છે .
- સ્થાનીય નિવાસીઓને તે વિસ્તારના જળસ્રોતોને વ્યવસ્થાપન કરવા દેવાથી તેનો ઓછો વ્યય થાય છે કે સંપૂર્ણ અટકી જાય છે .
- મોટા સમતલીય ભૂમીય ભાગમાં પાણીસંગ્રહનું સ્થળ મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા અથવા નીચાણવાળા ભાગ , વર્ષાઋતુમાં પૂરી રીતે ભરાઈ જનારા નાળા અથવા પ્રાકૃતિક જળમાર્ગ પર બનાવેલા ‘ ચેકડેમ ’ જે કોંક્રિટ અથવા નાના કાંકરા - પથ્થરો દ્વારા બનાવાય છે .
- આવા નાના બંધોના અવરોધના કારણે ચોમાસામાં પાણીના તળાવો ભરાઈ જાય છે .
- માત્ર મોટાં જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ રહે છે . પરંતુ નાનાં જળાશયોમાં આ પાણી 6 મહિના કે તેનાથી પણ ઓછા સમય સુધી રહે છે . તેના પછી તે સુકાઈ જાય છે .
- તેનો મુખ્ય ઉદ્દેશ પાણી સંગ્રહનો નથી , પરંતુ ભૂમીય જળસ્તરમાં સુધારણા કરવાનો છે . પાણીના ભૂમીય જળના સ્વરૂપમાં સંરક્ષણના ઘણા લાભ થાય છે .
- ભૂમીય જળથી અનેક લાભ થાય છે . તે બાષ્પ બનીને ઊડી જતું નથી , પરંતુ આજુબાજુમાં ફેલાઈ જાય છે . મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ આપે છે .
- તે સિવાય તેનાથી મચ્છરોની સમસ્યા થતી નથી . ભૂમિય જળ , માનવ તેમજ પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી સરોવરો અને તળાવોમાં સ્થિર થયેલા પ્રદૂષિત પાણીની તુલનામાં વધુ સુરક્ષિત છે .
Post a Comment
0 Comments