Std 6 science
સમતોલ આહાર એટલે શું? જાણો સંપુર્ણ માહીતી | ( Balanced Diet )
સમતોલ આહાર
( Balanced Diet )
સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે . આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધાં જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ , જેની આપણા શરીરને આવશ્યકતા છે . કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું ન હોવું જોઈએ . આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ . આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે .
- શું તમે વિચારો છો કે , પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે ?
- શું તમે એવું પણ વિચારો છો કે , આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે ?
- એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાવ છો તેનો એક ચાર્ટ તૈયાર કરો . તપાસ કરો કે , પ્રતિદિન તમે જે ખાવ છો તેમાં બધાં પોષક દ્રવ્યો હાજર છે ?
- કઠોળ , મગફળી , સોયાબીન , અંકુરિત બીજ ( મગ અથવા ચણા ) આથવણવાળો ખોરાક ( સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઈડલી ) , લોટનું મિશ્રણ ( મકાઈની રોટલી , અનાજ કે કઠોળના બનેલ થેપલા ) , કેળાં , પાલક , દાળિયા , ગોળ , શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણાં બધાં પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે .
- એટલા માટે કોઈપણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે . યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી , પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી . જેથી તેનાં પોષક તત્ત્વો નષ્ટ ન થાય .
- શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાંક પોષક તત્ત્વો નષ્ટ થઈ જાય છે ?
- શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે , તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ ( દૂર ) થઈ જાય . શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાંય મહત્ત્વનાં વિટામિન તથા ખનીજ - ક્ષારો હાજર હોય છે .
- ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલાક ખનીજ - ક્ષાર દૂર થઈ જાય છે .
- આપણે જાણીએ છીએ કે , રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તે પચવામાં સરળ રહે છે , તેની સાથે - સાથે રાંધવાથી કેટલાક પોષક તત્ત્વોને નુકસાન પણ પહોંચે છે .
- જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે , તો તે પાણીમાં કેટલાય મહત્ત્વના પ્રોટીન અને ખનીજ - ક્ષાર દૂર થાય છે . ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન- C નષ્ટ થઈ જાય છે .
- શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાંક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ ?
- હંમેશાં ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે .
- એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઊર્જા આપે છે , ખરું ને ? આથી , તેણે તળેલી વસ્તુઓ જેવી કે , સમોસા , પૂરી , મલાઈ , રબડી , પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો . તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહિ .
- શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું હશે ?
- ના , બિલકુલ જ નહિ . આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે .
- આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે .
Post a Comment
0 Comments