આલ્કોહોલ જીવિત મનુષ્યો પર કેવી રીતે અસર કરે છે ?
આલ્કોહોલ જીવિત મનુષ્યો પર કેવી રીતે અસર કરે છે ?
જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે તે ચપાપચયની ક્રિયાને ધીમી કરી નાખે છે તેમજ મધ્યસ્થ ચેતાતંત્ર ( Central Nervous System ) નિર્બળ કરી નાખે તેના પરિણામે તાલમેલની ઊણપ , માનસિક દુવિધા , આળસ , સામાન્ય નિરોધન ઘટાડે છે અને અંતે બેહોશી આવી શકે છે . વ્યક્તિ રાહત અનુભવે છે , પરંતુ તેને ખ્યાલ નથી આવતો કે તેની વિચારવાની સૂઝ , સમય - નિયંત્રણ સૂઝ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે .
ઇથેનોલથી વિપરીત મિથેનોલ થોડી માત્રામાં લેવાથી પણ મૃત્યુ થઈ શકે છે . યકૃતમાં મિથેનોલ ઑક્સિડેશન પામી મિથેનાલ બની જાય છે . મિથેનાલ યકૃતના કોષોનાં ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરવા લાગે છે જેથી જીવરસનું એવી જ રીતે સ્કંદન ( ગંઠાઈ જવું ) થાય છે , જે રીતે ઇંડાને ગરમ કરવાથી થાય છે . મિથેનોલ દૃષ્ટિચેતાને પણ અસર પહોંચાડે છે . જેનાથી વ્યક્તિ અંધ થઈ શકે છે .
ઇથેનોલ એક મહત્ત્વનું ઔદ્યોગિક દ્રાવક છે . ઔદ્યોગિક ઉપયોગ માટે તૈયાર ઇથેનોલનો દુરુપયોગ થતો રોકવા માટે તેમાં મિથેનોલ જેવો ઝેરી પદાર્થ મિશ્ર કરવામાં આવે છે . જેથી તે પીવા યોગ્ય રહેતું નથી . આલ્કોહોલની આસાનીથી ઓળખ થઈ શકે તે માટે રંગક ઉમેરીને આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે છે તેને વિકૃત આલ્કોહોલ ( Denatured Alcohol ) કહેવામાં આવે છે . )
Post a Comment
0 Comments