વિઘટન ( Decomposition ) એટલે શું?
વિઘટન
( Decomposition )
તમે કદાચ સાંભળ્યું હશે કે અળસિયાઓને ખેડૂતોના મિત્રો તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે . કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યો ( complex organic matter ) ને તોડવામાં તેમજ તેની સાથે - સાથે જમીનને પોચી ( ફળદ્રુપ ) બનાવવામાં મદદરૂપ છે .
આ જ પ્રકારે , વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયૉક્સાઇડ , પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ બને છે . આપ્રક્રિયાને વિઘટન ( decomposition ) કહે છે .
વનસ્પતિઓના મૃત અવશેષ જેવા કે પર્ણો , છાલ , પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષ , મળમૂત્ર ( fecal matter ) સહિતનાં દ્રવ્યો એ મૃત અવશેષીય ઘટકો ( detritus ) બનાવે છે , કે જેઓ વિઘટન માટેના કાચા પદાર્થો છે .
અવખંડન , ધોવાણ , અપચય , સેન્દ્રીયકરણ ( ખાતરનિર્માણ ) અને ખનીજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાનાં મહત્ત્વપૂર્ણ ચરણો ( steps ) છે .
મૃતભક્ષીઓ- detritivores ( જેવા કે અળસિયા ) મૃત અવશેષીય પદાર્થોને નાના - નાના કણોમાં તોડી ( ખંડિત કરી ) નાખે છે . આ પ્રક્રિયા અવખંડન ( fragmentation ) કહેવાય છે .
ધોવાણ ( leaching ) ની પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે .
બૅક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને ( detritus ) સ ૨ ળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન ( degradation ) કરે છે . આ પ્રક્રિયા અપચય ( catabolism ) કહેવાય છે .
એ નોંધવું મહત્ત્વનું છે કે વિઘટનમાં ઉપર્યુક્ત બધા જ તબક્કાઓ મૃત અવશેષીય ઘટકો પર સમાંતરે એકસાથે સતત ચાલ્યા કરે છે ( આકૃતિ ) .
સેન્દ્રીયકરણ અને ખનીજીકરણ પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે .
સેન્દ્રીયકરણ ( humification ) દ્વારા એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થ ( dark coloured amorphous substance ) નું નિર્માણ થાય છે . તેને સેન્દ્ર ( ખાતર- humus ) કહેવાય છે જે સૂક્ષ્મ જીવાણુકીય ( microbial ) ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે .
કલિલ ( colloidal ) પ્રકૃતિ હોવાને કારણે તે પોષકોના સંચયસ્થાન ( reservoir ) તરીકે કાર્ય કરે છે . સેન્દ્ર ( humus ) ફરીથી કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે છે અને અકાર્બનિક પોષકો મુક્ત કરે છે જે ખનીજીકરણ ( mineralization ) તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે . વિઘટન એ ખૂબ જ ઑક્સિજન આવશ્યક હોય એવી એક પ્રક્રિયા છે .
વિઘટનનો દર મૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોનાં રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે . એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નીન અને કાઇટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે અને જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રૉજન તથા શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થોસભર હોય ત્યારે તે ખૂબ જ ઝડપી હોય છે .
તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્ત્વના પર્યાવરણીય કારકો છે જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિધટનનું નિયમન કરે છે .
હૂંફાળું ( warm ) અને ભેજયુક્ત ( આદ્રતાયુક્ત- moist ) પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે . જ્યારે ઓછું તાપમાન અને અજા ૨ ક જીવન ( anaerobiosis ) વિઘટનને અવરોધે છે તેના પરિણામ સ્વરૂપ કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય છે .
Post a Comment
0 Comments