નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ઊર્જા - પ્રવાહ ( શક્તિપ્રવાહ- Energy Flow )

ઊર્જા - પ્રવાહ 

( શક્તિપ્રવાહ- Energy Flow )

  1. ઊંડા સમુદ્રના જલતાપીય નિવસનતંત્ર ( hydro - thermal ecosystem ) સિવાય પૃથ્વી પરનાં બધાં જ નિવસનતંત્રો માટે શક્તિના પ્રવાહનો એકમાત્ર સ્રોત સૂર્ય જ છે . 
  2. આપાત સૌર વિકિરણના 50 % કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ( photosynthetically active radiation - PAR ) માં પરિણમે છે . 
  3. આપણે જાણીએ છીએ કે , વનસ્પતિઓ અને પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયા ( સ્વયંપોષીઓ ) સ ૨ ળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવામાં સૂર્યની વિકિરણ ઊર્જાનું સ્થાપન કરે છે . 
  4. વનસ્પતિઓ માત્ર 2-10 % પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ( PAR ) ગ્રહણ કરે છે અને આ ઊર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે . 
  5. આથી , તે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે કે વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ સૌરઊર્જા એક નિવસનતંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહિત થાય છે . 
  6. બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે . 
  7. જેથી , તમે જુઓ છો કે ઊર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એકદિશીય હોય છે . 
  8. શું આમાં ઉષ્માગતિકી ( Thermodynamics ) નો પ્રથમ નિયમ સિદ્ધ થાય છે ? 
  9. ઉપરાંત નિવસનતંત્ર એ ઉષ્માગતિકીના બીજા નિયમથી મુક્ત નથી . 
  10. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે તેઓને સતત ઊર્જા મળવી આવશ્યક હોય છે જેને લીધે વધતા - જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કાર્યપદ્ધતિ દ્વારા સંઘર્ષ ( counteract the universal tendency toward increasing disorderliness ) કરી શકે . 
  11. નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો ( producers ) કહેવામાં આવે છે . સ્થલજ નિવસનતંત્રમાં , શાકીય ( herbaceous ) તેમજ કાષ્ટીય ( woody ) વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે . 
  12. એ જ પ્રકારે , જલજ નિવસનતંત્રમાં વનસ્પતિપ્લવકો , લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદકો છે . 
  13. તમે આહારશૃંખલાઓ ( food chains ) તથા આહારજાળ ( food webs ) વિશે વાંચ્યું છે કે જેઓ પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે . 
  14. વનસ્પતિઓ ( ઉત્પાદકો ) થી પ્રારંભ થતી આહારશૃંખલાઓ તથા આહારજાળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણીઆહાર ( ખોરાક ) માટે કોઈ વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજા માટેનો આહાર બને છે . 
  15. આ પરસ્પર આંતરનિર્ભરતા ( interdependency ) ના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે . 
  16. કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા તેનામાં હંમેશાં માટે સંચિત રહેતી નથી . 
  17. ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે . 
  18. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરૂઆત થાય છે . 
  19. બધાં પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે ( પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ) વનસ્પતિઓ પર આધાર રાખે છે . 
  20. આથી તેઓને ઉપભોક્તાઓ ( consumers ) કહેવાય છે કે વિષમપોષીઓ ( પરપોષીઓ ) પણ કહેવાય છે . 
  21. જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય ત્યારે તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ ( primary consumers ) કહેવાય છે અને જો પ્રાણીઓ ( પ્રાથમિક ઉપભોક્તાઓ ) કે જેઓ વનસ્પતિઓ ( કે તેમના ઉત્પાદન ) ને ખાય છે તેઓને બીજાં પ્રાણીઓ ખાય છે તેમને દ્વિતીયક ઉપભોક્તાઓ ( secondary consumers ) કહેવાય છે . 
  22. આ પ્રકારે તૃતીયક ઉપભોક્તાઓ પણ હોઈ શકે છે . નિઃસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી ( શાકાહારી- herbivores ) હોઈ શકે . 
  23. સ્થળજ નિવસનતંત્રમાં કીટકો , પક્ષીઓ તથા સસ્તનો અને જલજ નિવસનતંત્રમાં મૃદુકાય પ્રાણીઓ ( molluscs ) કેટલાક સામાન્ય તૃણાહારીઓ હોય છે .
  24. ઉપભોક્તાઓ કે જેઓ , આ તૃણાહારીઓનો આહાર કરે છે તેઓ માંસાહારીઓ ( carnivores ) હોય છે તેમને પ્રાથમિક માંસાહારીઓ ( દ્વિતીયક ઉપભોક્તાઓ ) કહેવું ખૂબ જ યોગ્ય છે . 
  25. એ પ્રાણીઓ જે આહાર માટે પ્રાથમિક માંસાહારીઓ પર આધાર રાખે છે તેમને દ્વિતીયક માંસાહારીઓ ( secondary carnivores ) સ્વરૂપે નિર્દેશિત કરાય છે . 
  26. એક સરળ ચરીય આહારશૃંખલા ( grazing food chain - GFC ) અહીં નીચે બતાવવામાં આવી છે : 
  27. તૃણ(ઉત્પાદક)------->બકરી(પ્રાથમિક ઉપભોક્તા)------->મનુષ્ય(દ્વિતીય ઉપભોક્તા)

Post a Comment

0 Comments