નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

કણાભસૂત્ર ( Mitochondria ) વિશે માહીતી જે તમે નહીં જાણતા હોય.

કણાભસૂત્ર ( Mitochondria )

કણાભસૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઇક્રોસ્કોપ દ્વારા તેને નિહાળી શકાતું નથી . 

પ્રત્યેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે . જેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશિલતા પર છે . તેના આકાર અને કદમાં પણ નોંધનીય વિવિધતા જોવા મળે છે . 

તે રકાબી આકાર કે નળાકાર હોય છે જે 0.2 થી 1.0 um ( સરેરાશ 0.5 um ) વ્યાસ અને 1.0 થી 4.1 um લંબાઈ  ધરાવે છે . 

દરેક કણાભસૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે . જેવા કે બાહ્યપટલ અને અંતઃ પટલ કે જે તેના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃ કક્ષમાં વિભાજિત કરે છે . અતઃ કક્ષને આધારક ( matrix ) કહે છે . બાહ્યપટલ સળંગ અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચે છે . 

તેનું અંતઃ પડ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ષો રચે છે . આ પ્રવધુને ક્રિસ્ટી કહે છે . 

કણાભસૂત્ર ( Mitochondria )

ક્રિસ્ટી તેનાં સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે . કણાભસૂત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો જોવા મળે છે . 

જે કણાભસૂત્રના કાર્ય સંબંધિત હોય છે . કણાભસૂત્ર જારક શ્વસન માટેનું સ્થાન છે . તે ATP સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે .આકારણોસર કણાભસૂત્રને કોષનું શક્તિ ઘર કહે છે . 

કણાભસૂત્રના આધારકમાં એક વલયાકાર DNA , થોડા ઘણા RNA ના અણુ , રિબોઝોમ્સ ( 7 ) s ) અને પ્રોટીન સંશ્લેષણ માટેનાં આવશ્યક ઘટકો આવેલા હોય છે . કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે .

Post a Comment

1 Comments