નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ચરબી માટેનું પરીક્ષણ | Charbi nu parixan

ચરબી માટેનું પરીક્ષણ


 ખાદ્યસામગ્રીનીઅલ્પ માત્રા લો. તેને એક કાગળમાં વીંટીને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહિ. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. શું તેના પર તૈલી ડાઘા (ધબ્બા) છે ? કાગળને પ્રકાશની સામે લાવો. શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે ?


 કાગળ પર તેલના ડાઘા લિપિડ (ચરબી)ની હાજરી સૂચવે છે. ખાદ્યપદાર્થ (સામગ્રી)માં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે-ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્યપદાર્થમાં પાણી હોય, તો તે સુકાઈ જાય. ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય, તો તે ખ્યાલ આવે છે કે ખાદ્યપદાર્થમાં ચરબી ગેરહાજર છે.


 આ પરીક્ષણ શું દર્શાવે છે ? શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્યપદાર્થોમાં હાજર છે, જેનું તમે પરીક્ષણ કર્યું છે ? શું કોઈ એક ખાદ્યપદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે ? શું તમને કોઈ એવો ખાદ્યપદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય ?


 આપણે ત્રણ પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્યપદાર્થોનું પરીક્ષણ કર્યું. વિટામિન તથા ખનીજક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્યપદાથોમાં હાજર હોય છે. આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે ?

Post a Comment

0 Comments