મધ્યાહન ભોજન યોજના | mid day meal
મધ્યાહન ભોજન યોજના | mid day meal
M D M યોજના નું પુરુ નામ - mid day meal
શરૂઆત
ગુજરાતમાં - વર્ષ 1984કેન્દ્રમાં -15 ઓગસ્ટ 1995
લાભાર્થી -
ધોરણ 1 થી 8 નાં તમામ બાળકો (સરકારી સહાય મેળવતી શાળા તેમજ સ્થાનિક પંચાયતી સંસ્થા દ્રારા ચાલતી પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળા)
સહાય -
75% કેન્દ્ર સરકાર
25 % રાજ્ય સરકાર
યોજનાની સુધારેલ માર્ગદર્શિકા (સપ્ટેમ્બર 2006) માં પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે 450 કેલરી ઉર્જા અને 12 ગ્રામ પ્રોટીન તથા ઉચ્ચ પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે 700 કેલરી ઉર્જા અને 20 ગ્રામ પ્રોટીનની ન્યૂનતમ પોષણ મૂલ્ય અંગેના રાંધેલ ભોજન પાત્રતા ધરાવતા બાળકોને પૂરું પાડવું જરૂરી છે.
અમલીકરણ
અગ્ર સચિવ (PS), શિક્ષણ વિભાગ (ED) મુખ્યત્વે રાજયમાં યોજનાના અમલીકરણ માટે પ્રભારીછે.
કમિશ્નર (MDM) નાયબ કલેકટર (MDM) મારફત જિલ્લા કક્ષાએ યોજનાનું અમલીકરણ
કરે છે.
મામલતદાર દ્વારા સહાય પ્રાપ્ત કરી મામલતદાર દ્વારા યોજના અમલમાં મૂકે છે.
શાળા સ્તરે સંચાલક-કમ-રસોઈયા (SCCs) દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, કે જેઓ રસોઈયા-કમ-સહાયકોને ખોરાક રાંધવામાં નિરીક્ષણ કરવા અને ધારા ધોરણ મુજબ અનાજ અને રસોઈ ખર્ચ, તથા હિસાબો રજૂ કરવા માટે મામલતદાર સાથે સમન્વય કરવા માનદ વેતન પર રોકાયેલ છે.
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામગીરી-
આ યોજનાનો મુખ્ય ધ્યેય અને હેતુ વિદ્યાર્થીઓને પોષણક્ષમ અને ગરમ આહર આપી તેમજ કુપોષણ નો દર ઘટાડવાનો છે.
જે વિદ્યાર્થીઓ શાળાએ નિયમિત આવતા નથી તેને નિયમિતપણે હાજરી આપવા પ્રોત્સાહિત કરવા અને તેમની હાજરી વધારવી.
શાળાના બાળકોમાં વર્ગખંડ ની કામગીરીમાં ભાગ લેતા કરવા.
શાળાની દરેક પ્રવૃતિમાં ભાગ લેતા કરવા.
જે બાળકો પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડીને જતાં રહે છે તેને ફરી શાળાએ નિયમિત કરવા.
શાળાના બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો.
ફાયદા
જે બાળકો ઘરેથી ભૂખ્યા પેટે શાળાએ જતાં હતા અને ભૂખ્યા હોવાથી તેમને શાળામાં ભણવામાં ધ્યાન લાગતું નહતું અને બાળકો શિક્ષણ મેળવવા ધ્યાન લગાવી ભણી શકતા ન હતા જેનું હવે સમાધાન થઈ ગયુ છે.
વધું બાળકો હવે શાળાએ જતા થયા છે જેથી સક્ષરતનો દર વધ્યો છે.
મધ્યાન ભોજન યોજનામાં રાંધવા તેમજ અન્ય કામકાજ માં પુરુષો તેમજ સ્ત્રીઓની જરૂર હોવાથી તેમણે સ્થાનિક લેવલે રોજગારી મળી રહી છે.
Post a Comment
0 Comments