પડઘો (Echo)
પડઘો (Echo)
જો આપણે યોગ્ય પરાવર્તક વસ્તુ જેવી કે ઊંચી ઇમારત અથવા પહાડની નજીક જોરથી બૂમ પાડીએ કે તાળી પાડીએ તો થોડા સમય પછી તે જ ધ્વનિ આપણને ફરી સંભળાય છે. તમને સંભળાતા આ ધ્વનિને પડઘો કહે છે.
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ 0.1 sec સુધી રહે છે. પડઘો સ્પષ્ટ રીતે સંભળાય માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં 'જે. ઓછો 0.1 secનો સમયગાળો ચોક્કસ હોવો જોઈએ.
જો આપણે આપેલ તાપમાન જેમકે 22° C પર ધ્વનિનો વેગ 344 m/s લઈએ, તો ધ્વનિને અવરોધક સુધી જવા તથા પરાવર્તન પછી શ્રોતા સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો 0.1 sec કે તેથી થોડો વી ઓઈએ વધુ હોવો જોઈએ.
આમ, શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કપાયેલ કુલ અંતર ઓછામાં ઓછું (344 m/s) × 0.1s 34.4 mહોવું જોઈએ. આમ, = પડઘાઓ સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ-સ્રોતથી લઘુતમ અંતર ધ્વનિએ કાપેલા કુલ અંતરથી અડધું એટલે કે 17.2 m હોવું જોઈએ.
આ અંતર હવાના તાપમાન સાથે બદલાય છે કારણ કે, તાપમાન સાથે ધ્વનિનો વેગ પણ બદલાય છે. ધ્વનિના વારંવાર થતાં પરાવર્તનના કારણે આપણને એકથી વધારે વખત પડઘો સંભળાઈ શકે છે.
વાદળોના ગડગડાટનો ધ્વનિ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેમકે વાદળો તથા જમીન પરથી વારંવાર પરાવર્તનના ફળસ્વરૂપે ઉત્પન્ન થયો હોય છે. , .
Post a Comment
0 Comments