RTE 2009 IN Gujarati
RTE 2009
પ્રકરણ-૧ પ્રારંભિક
૧.ટૂંકું શીર્ષક, વ્યાપ અને પ્રારંભ
(૧) આ અધિનિયમને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ કહેવામાં આવશે.
(૨) તે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતને લાગુ પડશે.
(૩) કેન્દ્રસરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામું બહાર પાડે તે તારીખથી તે અમલમાં આવશે.
૨. વ્યાખ્યાઓ
આઅધિનિયમમાં, સંદર્ભથી અન્યથા જરૂરી હોય તે સિવાય –
(ક) “યોગ્ય સરકાર” એટલે—
(૧) કેન્દ્ર સરકારે સ્થાપેલી, તેની માલિકીની અથવા તેના નિયંત્રિત કરાતી શાળા બાબતમાં અથવા વિધાનમંડળ ન હોય તેવા સંઘ પ્રદેશના વહીવટકર્તા સંબંધમાં, કેન્દ્ર સરકાર;
(૨) નીચેના પ્રદેશમાં સ્થાપેલી પેટા-ખંડ
(૧)માં જણાવેલી શાળા સિવાયની શાળા બાબતમાં –
(ક) રાજ્ય, રાજ્ય સરકાર
(ખ) વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશ, તે સંઘ પ્રદેશની સરકાર
(ખ) “માથાદીઠ ફી” એટલે કોઈ પણ પ્રકારનું દાન અથવા ફાળો અથવા શાળાએ અધિસૂચિત કરેલી ફી સિવાયની ચૂકવણી અથવા વિધાનમંડળ ન હોય તેવા સંઘ પ્રદેશના વહીવટકર્તા સંબંધમાં, કેન્દ્ર સરકાર;
(ગ) “બાળક” એટલે છ થી ચૌદ વર્ષનો છોકરો અથવા છોકરી;
(ઘ) “વંચિત જૂથનું બાળક” એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરે તેવા સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, ભૌગોલિક, ભાષાકીય, જાતિ અથવા આવાં બીજા પરિબળને કારણે વંચિત રહેલાં આવાં બીજા જૂથનાં બાળકો;
(ચ) “નબળા વર્ગનું બાળક” એટલે યોગ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરેલી લઘુત્તમ મર્યાદા કરતાં જેમનાં માતા-પિતા અથવા વાલીની વાર્ષિક આવક ઓછી હોય, તેમનું બાળક,
(છ) “પ્રાથમિક શિક્ષણ” એટલે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ;
(જ) બાળક સંબંધમાં “વાલી” એટલે તે બાળકની સંભાળ અને કબજો ધરાવતી વ્યક્તિ, તેમાં કુદરતી વાલી અથવા કોર્ટ અને કાયદાએ નીમેલ અથવા જાહેર કરેલી વ્યક્તિનો સમાવેશ થાય છે;
(ઝ) “સ્થાનિક સત્તાતંત્ર'' એટલે મહાનગરપાલિકા અથવા નગર પરિષદ અથવા જીલ્લા પરિષદ અથવા નગર પંચાયત અથવા પંચાયત, ગમે તે નામે ઓળખાતું સત્તાતંત્ર, અને તેમાં શાળા પર વહીવટી નિયંત્રણ ધરાવતું બીજું સત્તાતંત્ર અથવા મંડળ અથવા કોઈપણ શહેર, નગર અથવા ગામમાં સ્થાનિક સત્તાતંત્ર તરીકે કામ કરવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તે અન્વયે સત્તા અપાયેલ સત્તાતંત્રનો સમાવેશ થાય છે.
(ટ) બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ' એટલે બાળકોના હકના રક્ષણ માટેના આયોગ અધિનિયમ,૨૦૦૫ (૨૦૦૬નો ચોથો)ની કલમ-૩ નીચે રચાયેલ બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ;
(ઠ) “જાહેરનામું” એટલે સરકારી રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલું જાહેરનામું;
(ડ) “માતા-પિતા” એટલે બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા દત્તક લેનાર પિતા અથવા માતા;
(ઢ) ‘નિયત કરેલ’ એટલે આ અધિનિયમ હેઠળ બનાવેલ નિયમોથી નિયત કરેલ;
(ત) “અનુસૂચિ” એટલે આ અધિનિયમ સાથે જોડેલી અનુસૂચિ;
(થ) “શાળા' એટલે પ્રાથમિક શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા, તેમાં નીચેનાનો સમાવેશ થાય છે
(૧) યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર સ્થાપેલ, તેની માલિકીની અથવા તેમનાથી નિયંત્રિત થતી શાળા;
(૨) સહાયિત શાળા એટલે પોતાના સંપૂર્ણ અથવા અંશતઃ ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર પાસેથી સહાય અથવા ગ્રાન્ટ મેળવતી શાળા;
(૩) નિર્દિષ્ટ વર્ગની શાળા; અને
(૪) પોતાના ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે ગ્રાન્ટન મેળવતી બિન-સહાયિત શાળા;
(દ) “તપાસ કાર્યપદ્ધતિ" એટલે યદચ્છા પદ્ધતિ સિવાયની બીજી પદ્ધતિથી એક બાળક કરતા બીજાને પ્રવેશ માટે પસંદગી આપવાની પદ્ધતિ;
(ધ) શાળા સંબંધમાં નિર્દિષ્ટ વર્ગ” એટલે કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી અથવા યોગ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી નિર્દિષ્ટ કરે તેવી બીજી કોઈ વિશિષ્ટ લક્ષણ ધરાવતી શાળા;
(ન) “બાળકોના હકના રક્ષણ માટેનો રાજ્ય આયોગ' એટલે બાળકોના હકના રક્ષણ માટેના આયોગ અધિનિયમ, ૨૦૦૫ (૨૦૦૬નો ચોથો)ની કલમ ૩ નીચે રચાયેલ બાળકોના હકના રક્ષણ માટેનો રાજ્ય આયોગ. ચા
Post a Comment
0 Comments