નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

વિષયાભિમુખ કૌશલ્ય | vishayabhimukh kaushalya in gujarati

 વિદ્યાર્થીઓને નવું શીખવવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા ઊભી તેવી પરિસ્થિતિનું નિર્માણ  જે કૌશલ્ય દ્વારા  કરવામાં આવે છે તેને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે


વિષયાભિમુખ કૌશલ્યનો અર્થ :


 શિક્ષક જે વિષય, વિષયાંગ કે મુદ્દો શીખવવાનો હોય તેના પ્રત્યે વિધાર્થીઓને અભિમુખ કે અભિપ્રેરીત કરવાનાં કૌશલ્ય (યુક્તિ-પ્રયુક્તિ)ને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે છે.



વિષયાભિમુખ કૌશલ્યના હેતુઓ :


 વિધાર્થીઓને નવું જ્ઞાન મેળવવા માટે તત્પર કરી શકાય છે.


 વિષયાભિમુખ પ્રક્રિયા દ્વારા શિક્ષક જે પાઠ કે મુદ્દો શીખવવાના છે તેના અનુસંધાનમાં વિધાર્થીઓ સાથે


 જ્ઞાનાત્મક સ્તરે સંબંધ બાંધી શકાય. વિધાર્થીઓનું અપેક્ષિત પૂર્વજ્ઞાન કે પૂર્વવર્તન ચકાસી તેનું


 નવા જ્ઞાન લક્ષ્યવર્તન વચ્ચે તાર્કિક અનુસંધાન કરી શકાય. વિધાર્થીએ કયું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કયા લક્ષ્મવર્તન


 તરફ ગતિ કરવાની છે તેનો સ્પષ્ટ ખ્યાલ આપી શકાય છે.



 વિધાર્થીઓના પૂર્વજ્ઞાન અને નૂતન જ્ઞાાન વચ્ચે અંતર ઘટાડી શકાય.


 વિધાર્થીઓને વર્ગવ્યવહારમાં ભાગ લેવાની તક સાંપડે છે.


 વિધાર્થી સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે.


 ટૂંકમાં વિષયાભિમુખ કૌશલ્યના હેતુઓની બાબતમાં નીચેની બે મહત્ત્વની બાબતો સમાયેલી છે.


જ્ઞાનાત્મક સ્તરે સંબંધ બાંધવો અને સંવેગાત્મક સ્તરે સંબંધ બાંધવો


 આમ, વિષયાભિમુખ કૌશલ્યના હેતુઓ આ કૌશલ્યનું મહત્ત્વ દર્શાવે છે.



૨. યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ કરવો ઃ


 પ્રશ્નોત્તરી


 ઉદાહરણ કે દૃષ્ટાંત


 કથન


 વ્યાખ્યાન કે વર્ણન


 નાટયીકરણ કે રોલ પ્લે


 વાર્તા, કાવ્યપંક્તિનું જ્ઞાન


 દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ, પ્રયોગ

Post a Comment

0 Comments