નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

સંયોગીકરણ પ્રક્રિયા (Combination Reaction)

સંયોગીકરણ પ્રક્રિયા (Combination Reaction)

Std 10 chapter 1 Combination reaction
  • કૅલ્શિયમ ઑક્સાઇડ ખૂબ જ જોશથી ( Vigorously ) પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો ( કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ ) બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે .
  • CaO ( s ) + H2O ( l ) -------> Ca( OH )2 ( aq ) + ઉષ્મા
  • કળીચૂનો ફોડેલો ચૂનો આ પ્રક્રિયામાં કૅલ્શિયમ ઑક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નીપજ કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ બનાવે છે .
  • એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નીપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે .
  • ચાલો ,આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓનાં કેટલાંક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ .

વિડિઓ દ્રારા સંપુર્ણ માહીતી


સંયોગીકરણ પ્રક્રિયાઓના ઉદાહરણ

( i ) કોલસાનું સળગવું
C ( s ) + O2 ( g ) ----> CO2 ( g )

(ii ) H2 ( g ) અને 02 ( g ) માંથી પાણીનું નિર્માણ
2H2 ( g ) + O2 ( g ) ----> 2H2O

  • સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે , જ્યારે બે કે તેથી વધુ પદાર્થો ( તત્ત્વો કે સંયોજનો ) સંયોજાઈને એક જ નીપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે .
  • આકૃતિ માં પણ આપણે અવલોકન કર્યું છે કે , વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે .
એવી પ્રક્રિયાઓ કે જેમાં નીપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે , તેને ઉષ્માક્ષેપક ( Exothermic Reaction ) રાસાયણિક પ્રક્રિયા કહે છે . 


ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓનાં અન્ય ઉદાહરણો -

( i ) કુદરતી વાયુનું સળગવું ( દહન )


CH4 ( 9 ) + 202 ( g ) ----> CO2 ( g ) + 2H2O (g)

( ii ) શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ?

  • આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઊર્જાની જરૂર પડે છે .
  • આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે .
  • પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે .
  • ઉદાહરણ તરીકે ભાત , બટાકા અને બ્રેડ ( Bread ) માં કાર્બોદિત પદાર્થો હોય છે .
  • આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લૂકોઝ બને છે .
  • આ ગ્લૂકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઑક્સિજન સાથે સંયોજાઈને ઊર્જા પૂરી પાડે છે . આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે . 
C6H1206 ( aq ) + 602( aq ) ----> 6C02 ( aq ) + 6H2O ( l ) + ઉષ્મા ( ગ્યુકોઝ )

( ii ) વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું , પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે .

Post a Comment

0 Comments