Education
વિદ્યુત જનરેટર | Electric Generator )
વિદ્યુત જનરેટર | Electric Generator
- વિધુતચુંબકીય પ્રેરણની ઘટનામા ઓછાં મૂૂલ્યનો વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થાય છે .
- આ સિદ્ધાંતનો ઉપયોગ ઘર તેમજ ઉદ્યોગોમાં વપરાતા મોટા મૂલ્યના વિદ્યુતપ્રવાહો ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે .
- વિદ્યુત જનરેટરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવવા યાંત્રિકઊર્જા વપરાય છે.
ઇલેક્ટ્રિક જનરેટરની આકૃતિ(electric generator diagram)
- વિદ્યુત જનરેટરમાં આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે પરિભ્રમણ કરતું એક લંબચોરસ ગૂંચળું ABCD એક કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે .
- ગૂંચળાના બે છેડા રિંગ R , અને R , સાથે જોડવામાં આવે છે .
- રિંગની અંદરની બાજુઓ અવાહક કરેલી હોય છે .
- બે સ્થિર વાહક બ્રશ B અને B , ને બંને રિંગ , અને R સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે .
- બંને રિંગ R અને RJ ને આંતરિક રીતે એક ધરી ( axle ) સાથે જોડેલ હોય છે .
- આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરાવવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે .
- બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવે છે , જે બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ દર્શાવે છે .
- હવે બંને રિંગ સાથે જોડાયેલી ધરીને એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં AB ભૂજા ઉપરની તરફ ગતિ કરે ( અને CD ભૂજા નીચેની તરફ ગતિ કરે ) .
- ધારો કે આકૃતિ માં દર્શાવેલ ગોઠવણીમાં ગૂંચળું ABCD સમઘડીમાં પરિભ્રમણ કરે છે .
- ફલૅમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ગૂંચળાની ભૂજાઓમાં પ્રેરિત પ્રવાહ AB અને CD દિશાઓમાં ઉત્પન્ન થાય છે .
- આમ , ગૂંચળામાં ABCD દિશામાં પ્રવાહ વહે છે .
- જો ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધારે હોય તો તે દરેક આંટામાં ઉત્પન્ન થયેલ પ્રવાહોનો સરવાળો થઈ ગૂંચળામાં મોટો પ્રવાહ મળે છે .
- આનો અર્થ એ છે કે બાહ્ય પરિપથમાં પ્રવાહ B , થી B તરફ વહે છે .
- અર્ધચક્ર પછી CD ભૂજા ઉપરની તરફ અને AB ભૂજા નીચેની તરફ ગતિ કરવા માંડે છે .
- પરિણામે બંને બાજુઓમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ DCBA તરફ વહે છે .
- હવે બાહ્ય પરિપથમાં પ્રેરિત પ્રવાહ B , થી B ) તરફ વહે છે.
- આમ , પ્રત્યેક અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહના ધૃવત્વ ( polarity ) અનુરૂપ બાજુમાં બદલાય છે .
- આવો પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી દિશા બદલે છે તેને ઊલટસૂલટ ( ઓલ્ટરનેટિંગ પ્રવાહ ) ( ટૂંકમાં AC ) કહે છે. આ રચનાને AC જનરેટર કહે છે .
- એકદિશ પ્રવાહ ( DC , કે જે સમય સાથે દિશા બદલતો નથી ) મેળવવા માટે વિભાજિત રિંગ ( શ્લીટ રિંગ ) જેવા કયૂરેટરનો ઉપયોગ કરવામાં આવે છે .
- આ પ્રકારની ગોઠવણમાં એક બ્રશ એ હંમેશાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઉપરની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં છે અને બીજું બ્રશ હંમેશાં નીચેની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે .
- આમ , એક દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે .
- આવું જનરેટર DC જનરેટર કહેવાય છે .
- એક દિશા ( direct ) અને ઊલટસૂલટ ( alternating ) પ્રવાહ વચ્ચેનો તફાવત એ છે કે , એકદિશ પ્રવાહ હંમેશાં એક દિશામાં વહે છે , જ્યારે ઊલટસૂલટ પ્રવાહ તેની દિશા સમયાંતરે ઊલટાવે છે .
- હાલના સમયમાં રચાયેલા મોટા ભાગના પાવર સ્ટેશન AC વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરે છે .
- ભારતમાં AC વિદ્યુતપ્રવાહ દર 1/100 સેકન્ડે દિશા બદલે છે .એટલે કે AC વિદ્યુતપ્રવાહની આવૃત્તિ 50 Hz છે DC વિદ્યુતપ્રવાહ કરતાં AC વિદ્યુતપ્રવાહનો મહત્ત્વનો ફાયદો એ છે કે ઊર્જાના વધારે વ્યય વિના વિદ્યુતપાવર દૂરના અંતર સુધી મોકલી શકાય છે .
Post a Comment
0 Comments