નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

માદા પ્રજનનતંત્ર ( Female Reproductive System)

માદા પ્રજનનતંત્ર 

( Female Reproductive System )

  • માદા પ્રજનનકોષો અથવા અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે .
  • તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે . 

માદા પ્રજનનતંત્રની આકૃતિ (female reproductive system diagram)

Female Reproductive System in gujarati
  • આકૃતિ ને ધ્યાનપૂર્વક જુઓ અને માદા પ્રજનનતંત્રનાં વિવિધ અંગોને ઓળખીએ . 
  • છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે . 
  • યૌવનારંભમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે .
  • બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે . 
  • પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય છે .
  • બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક , સ્થિતિસ્થાપક , નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે જેને ગર્ભાશય કહે છે .
  • ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખૂલે છે .
  • મૈથુન ( સંવનન જાતીય સમાગમ ) ના સમયે શુક્રકોપ યોનિમાર્ગમાં દાખલ થાય છે જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે .
  • જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય .
  • ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે .
  • આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દીવાલ પર થાય છે જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભૂણ બને છે .
  • માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે .
  • આમ , દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને તૈયાર કરે છે .
  • આથી ગર્ભાશયનું અંત : આવરણ ( એન્ડોમેટ્રિયમ ) વધુ જાડું બને છે તથા વિકસતાં ગર્ભનાં પોષણ માટે તેને પુષ્કળ રુધિરપ્રવાહ પૂરો પાડવામાં આવે છે .
  • ભૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે , તેના માટે એક વિશેષ સંરચના હોય છે જેને જરાયુ ( Placenta ) કહે છે .
  • આ એક ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે .
  • જે ગર્ભાશયની દીવાલમાં જ રહેલી હોય છે .
  • તેમાં ભૂણની તરફની પેશીમાં પ્રવર્થ હોય છે . માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે જે પ્રવધૂને આચ્છાદિત કરે છે,જે માતાના શરીરમાંથી ભૂણને ડ્યુકોઝ , ઑક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતરણ માટે એક વિશાળ પ્રદેશ આપે છે .
  • વિકાસશીલ ભૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ કરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરણ દ્વારા થાય છે .
  • માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે .
  • ગર્ભાશયની પેશીઓનાં લયબદ્ધ સંકોચનથી બાળકનવજાત શિશુનો જન્મ થાય છે .

Post a Comment

0 Comments