નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

નર પ્રજનનતંત્ર ( Male Reproductive System )

નર પ્રજનનતંત્ર ( Male Reproductive System )

Male Reproductive System in gujarati
નર પ્રજનનતંત્રની આકૃતિ ( Male Reproductive System diagram)

  • પ્રજનનકોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનનકોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ , સંયુક્ત સ્વરૂપે નર પ્રજનનતંત્ર બનાવે છે .
  • નર પ્રજનનકોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડ ( વૃષણ ) માં થાય છે . 
  • આ ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે . 
  • તેનું કારણ એ છે કે , શુક્રકોષનાં ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે . 
  • ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્રાવમાં શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયાં છીએ .
  • શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાનાં લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. 
  • ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે . જે મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે .
  • આમ , મૂત્રમાર્ગ ( urethra ) , શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે.
  • પ્રોસ્ટેટ અને સાવ શુક્રવાહિકામાં ઠાલવે છે.
  • જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે.
  • તેના કારણે તેનું ( શુક્રકોષનું ) સ્થળાંતરણ સરળતાથી થાય છે .
  • તેની સાથે આ સાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે. 
  • શુક્રકોષોએ સૂક્ષ્મ સંરચનાઓ છે જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી હોય છે.
  • જે તેને માદા પ્રજનનકોષની તરફ તરવામાં મદદરૂપ થાય છે

માદા પ્રજનન તંત્ર વિશે જાણવા-CLICK HERE

Post a Comment

0 Comments