Education
ઑકિસજન ચક્ર ( Oxygen cycle )
ઑક્સિજન ચક્ર ( Oxygen cycle )
- ઑક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્ત્વ છે .
- તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21 % છે .
- તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયૉક્સાઈડના સ્વરૂપમાં પણ મળી આવે છે .
- પૃથ્વીના પોપડામાં આ ( ઑક્સિજન ) ધાતુઓ અને સિલિકોનના ઑસાઇટ્સના સ્વરૂપમાં મળી આવે છે.
ઑક્સિજનચક્રની આકૃતિ
આકૃતિની સમજણ:-
- આકૃતિને સમજવી ખૂબ સરળ છે.
- આકૃતિની અંદર તમે જોય સકો છો કે વાતાવરણનો ઑકિસજન અને કાર્બનિક અણુઓ બન્ને સાથે પ્રક્રિયા કરે છે.
- વાતાવરણ માનો ઓક્સિજન પ્રાણીઓ દ્રારા શ્વસનમા લેવામાં આવે છે ત્યારે કાર્બનિક અણુઓનુ દહન થાય છે.
- જેનાં કારણે કાર્બન ડાઈઓક્ષાઈડ અને પાણીના અણુઓ મળે છે.
- આ કાર્બન ડાઈઓક્ષાઈડ વાતાવરણ મા ભળી જાય છે અને વનસ્પતિ દ્રારા તેમનુ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્રારા ફરીથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે.
- એટલાં માટે પ્રકાશસંશ્લેષણની કિયા આ ચક્રમા ખૂબ મહત્વની માનવામાં આવે છે.
- જેમ જેમ વૃક્ષની સંખ્યા વધશે તેમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધતું જશે.
- માટે વધુમાં વધું વૃક્ષ વાવવા જોઈએ.
ઓક્સિજનનું મહત્વ:-
- તે જૈવિક અણુઓ , જેવાં કે કાર્બોદિતો , પ્રોટીન , ન્યૂક્લિક ઍસિડ અને ચરબી ( અથવા લિપિડ ) નું પણ એક આવશ્યક ઘટક છે .
- પરંતુ , જ્યારે આપણે ઑક્સિજન - ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે .
- વાતાવરણમાં ઑક્સિજનનો ઉપયોગ ત્રણ પ્રક્રિયામાં થાય છે .
- જેનાં નામ છે : શ્વસન , દહન અને નાઇટ્રોજનના ઑક્સાઈડના નિર્માણમાં વાતાવરણમાં ઑક્સિજનમાં એક માત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશસંશ્લેષણ કહે છે .
- જેના દ્વારા ઑક્સિજન પાછો મળે છે .આ રીતે કુદરતમાં ઓક્સિજન - ચક્રની રૂપરેખા બને છે .
- પરંતુ , આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો માનીએ છીએ ;
- પરંતુ કેટલાક સજીવ મુખ્યત્વે બેક્ટરિયા માટે તત્ત્વીય ઑક્સિજન ઝેરી બની જાય છે હકીકત્તમાં બેકટેરિયા ઑક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી.
Post a Comment
0 Comments