બ્લેક હોલ | Black hole
બ્લેક હોલ
બ્લેક હોલ એ અવકાશની એવી જગ્યા છે કે જ્યાંથી કશું જ છટકી ના શકે . જ્યારે તારાના પોતાના ગુરુત્વાકર્ષણનો વિરોધ કરતું બહાર તરફનું દબાણ અપૂરતું બને છે ત્યારે તારાનું ગુરુત્વાકર્ષણ પતન ( gravitational collapse ) થાય છે .
પોતાના મૃત્યુકાળની નજીક ખૂબ મોટા દળ ધરાવતા ( જેમનું દળ સૂર્ય કરતા અનેકગણું વધારે હોય ) તારાઓ પ્રથમ સુપરનોવા ( supernova ) , અને છેવટે બ્લેક હોલમાં પરિણમે છે .
એક વખત બ્લેક હોલ બન્યા પછી તે સતત આસપાસના વિસ્તારમાંથી દળનું શોષણ કરી વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે લાખો સૂર્ય - દળ ધરાવતા અતિવિશાળ બ્લેક હોલમાં પરિણમે છે .
એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે તારાઓની રચના વખતે સૂર્ય કરતા 1000 ગણા દળ ધરાવતા બ્લેક હોલ બન્યા હશે . આવા બ્લેક હોલ મોટાભાગના દરેક તારા વિશ્વના કેન્દ્રમાં જોવા મળે છે .
એક ચોક્કસ માહિતી અનુસાર આપણી આકાશગંગાના કેન્દ્રમાં 4 લાખ સૂર્ય - દળ કરતા વધારે દળ ધરાવતું બ્લેક હોલ છે .
બ્લેક હોલની આસપાસ આપણે એક એવી કાલ્પનિક સપાટી ‘ event horizon ' વિચારી શકીએ કે જ્યાંથી પાછા ફરવું અશક્ય હોય .
Event horizon સુધી પહોંચેલો પ્રકાશ , થર્મોડાઇનેમિકસમાં કાળા પદાર્થની જેમ શોષાઈ જતો હોવાથી તેને આપણે બ્લેક ( કાળો ) કહીએ છીએ .
અલબત્ત , કવૉન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર પરિમિત તાપમાને બ્લેક હોલ્સ પણ વિકિરણનું ઉત્સર્જન કરે છે . પરંતુ બ્લેક હોલનું તાપમાન તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે .
આ જ કારણથી આ વિકિરણનું તાદૃશ્ય અવલોકન શક્ય નથી અને ખગોળ ભૌતિકશાસ્ત્રીઓએ પરોક્ષ અવલોકનો પર આધાર રાખવો પડે છે .
તેનું અસ્તિત્વ ઘણી વખતે તેની આસપાસના અવકાશીય પદાર્થો સાથેની ગુરુત્વાકર્ષ આંતરક્રિયાની મદદથી જાણી શકાય છે .
દા.ત. binaries ( binary - stars કે જેઓ X - ray જેટલી તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે ) એ એક તારાનું બીજા તારામાંથી દળ મેળવી વૃદ્ધિ પામવાનું ( accreatng star ) ઉદાહરણ છે .
જે તારામાંથી દળનું શોષણ થાય છે તેને regular star કહે છે . આ regular sta નું અવલોકન કરી બ્લેક હોલનું અસ્તિત્વ જાણી શકાય છે .
બ્લેક હોલનું વર્ગીકરણ તેના દળ , તેના પરના વિદ્યુતભાર અને કોણીય વેગમાન પરથી કરવામાં આવે છે . અલબત્ત , ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ માટે હજુ પણ એ એક રહસ્ય જ છે કે એવી કઈ પ્રક્રિયા છે કે જે બ્લેક હોલનું ગુરુત્વાકર્ષીપતન શૂન્ય થતું અટકાવે છે .
આવા ગુરુત્વાકર્ષપતન અનુભવતા પદાર્થોમાં રસ જગાડવા માટે આઇન્સ્ટાઇનની વ્યાપક સાપેક્ષતાવાદથી ન્યૂટ્રોન સ્ટારની શોધ જવાબદાર છે . તેને . સ . 1967 માં અત્યંત ઝડપથી પરિક્રમણ કરતા ન્યૂટ્રોન સ્ટાર , પલ્સાર ( Pulsar ) ની શોધ દ્વારા ટેકો મળ્યો હતો .
Post a Comment
0 Comments