નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

સિંધુખીણની સભ્યતા ભાગ - 2 | Indus Valley Civilization Part - 2

સિંધુખીણની સભ્યતા ભાગ - 2 | Indus Valley Civilization Part - 2


( C ) ધોળાવીરા


  1. ઈ.સ. 1967-68માં સૌપ્રથમ પુરાતત્વવિદ્ “ જે . પી . જોશી ” એ અહીયાં ખોદકામ કર્યું.
  2. ત્યારપછી ઈ.સ. 1990 91 માં “ આર.એસ. વિષ્ટ ” દ્વારા યોગ્ય પ્રમાણમાં ઉત્પન્ન ( ખોદકામ ) કર્યું .
  3. ધોળાવીરા ભારતમાં આવેલ સૌથી મોટું સિંધુખીણની સંસ્કૃતિનું નગર છે .
  4. ઇતિહાસકાર કે . સી . શ્રીવાસ્તવે તો આને “ સૌથી સુંદર , સૌથી સુવ્યવસ્થિત , સૌથી પ્રાચીન અને સૌથી મોટું નગર ” કહયું છે .
  5. ધોળાવીરા કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે .
  6. આ સ્થળને સ્થાનિક લોકો “ કોટડા ” તરીકે ઓળખાવે છે .
  7. ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચાયેલું હતું .
( 1 ) દુર્ગ ( Citadel ) - શાસક અધિકારીઓનો આવાસ
( 2 ) મધ્યનગર ( Middle Town ) - અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપરનું નગર
( 3 ) નીચલું નગર ( Lower Town ) - સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર

  1. ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરના “ સાઈનબોર્ડ ” ને વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ માનવામાં આવે છે .
  2. ધોળાવીરામાંથી “ રમત - ગમતનું મેદાન ” ( સ્ટેડિયમ ) મળી આવ્યું છે .
  3. મહેલમાં પાણીઓ હોજ અને પાણી લઈ આવનાર ભૂગર્ભ નાળું પણ છે .
  4. નાળામાં પાણીનો કચરો અને રેતી તળીએ બેસી જાય અને હોજમાં ચોખ્ખું પાણી આવે તેવી ગાળણ પદ્ધતિની વ્યવસ્થા પણ છે .
  5. અહીંયાથી મોટું સ્નાનાગાર પણ મળ્યું છે .
  6. અહીંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી પણ મળી આવી છે .
  7. અહીંથી વિવિધ ઓજારો બનાવવાના સાધનો મળ્યા છે .
  8. ધાતુની બંગડીઓ , શંખ , પાણીની ટાંકીઓ , વિવિધ પ્રકારના મણકા , વીંટી , સોનાના ઘરેણાં વગેરેના અવશેષો મળી આવ્યા છે .
  9. ભૂકંપ પછી મકાનની બાંધણી ચોરસ કે લંબચોરસની બદલે ગોળ બનાવવામાં આવતા .
  10. ધોળાવીરામાંથી પોલીશદાર સફેદ પાષાણખંડ મળ્યા છે .
  11. ધોળાવીરાનો વિસ્તાર ઉત્તર - દક્ષિણ -600 મીટર અને પૂર્વ પશ્ચિમે - 775 મીટર જેટલો છે , જેનું ક્ષેત્રફળ 100 હેક્ટર છે .
  12. ધોળાવીરામાં સંરક્ષણની દૃષ્ટિએ નગરના ચારેય દિશાઓમાં ચાર દરવાજાઓ હતા .
  13. અહીંયા કૃત્રિમ રીતે “ ડેમ ” બનાવવામાં આવેલો છે .
  14. ધોળાવીરા વેપાર - વાણિજયનું કેન્દ્ર હશે તેવું તેના અવશેષો પરથી જણાય છે .
  15. ધોળાવીરા પણ હડપ્પા સંસ્કૃતિના અન્ય નગરોની જેમ સમાંતરભૂજ ચતુષ્કોણ આકાર ધરાવે છે .
  16. કચ્છના રણમાં આ ધોળાવીરાના લોકોએ જે પ્રકારે સુંદર જીવન જીવવાની કળા કેળવી તે આજ સુધી આંબી શકાઈ નથી .
  17. દિલ્હીની સંસ્થા “ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ” પ્રમાણે ધોળાવીરા આજના પાણીની તંગી અનુભવતા પ્રદેશો માટે એક ઉત્તમ પદાર્થપાઠ છે .
  18. ધોળાવીરાના આ ખોદકામમાં સૌથી વધુ રસપ્રદ શોધ ત્યાંથી મળી આવેલા દસ શિલાલેખો છે . તે સિંધુ લિપિમાં કોતરાયેલા છે .
  19. આ શિલાલેખો ખાસ કાપવામાં આવેલાં પાસાદાર પથ્થરો પર કંડરાયેલા છે .
  20. આ શિલાલેખો વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામ્યા છે , જે એક અદ્ભુત ખોજ છે .


( D ) રોજડી ( શ્રીનાથગઢ )


  1. રોજડી રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકામાં “ ભાદર ” નદીના કિનારે વસેલું નગર હતું .
  2. રોજડીમાંથી ચપટી થાળી અને ઊંચી ડોકવાળી બરણીના નમૂના મળી આવ્યા છે .
  3. સેલખડીના ઝીણા મણકા , આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા , ચર્ટના ધનાકાર તોલા વગેરે મળી આવ્યા છે .
  4. અહીંથી હાથીના અવશેષો મળ્યા છે .
  5. અહીંથી બાણ ફલાં અને માછલા પકડવાના ગલ મળ્યા .
  6. અહીંથી ઉત્પનન ( ખોદકામ ) દરમિયાન એક અકીકનું અને બીજું ચર્ટના બે તોલાં પણ મળી આવ્યા છે .
  7. રાખોડિયા કલરનાં માટીનાં વાસણો વાપરતા હોવાનું જણાય છે .
  8. અહીંથી થોડાંક ઈટોના અને બાકીના માટીના મકાનો જોવા મળે છે .

Post a Comment

0 Comments