વિઘટન પ્રક્રિયા એટલે શું ? અને તેનાં ઉદાહરણ
Decomposition process
રાસાયણિક પ્રક્રિયાઓ મા ઘણીબધી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જેમ કે, સંયોગીકરણ, વિઘટન, અને વિસ્થાપન.
જો તમે સંયોગીકરણ પ્રક્રિયા વિશે જાણો.
તો ચાલો આપને અહિ સમજીએ કે વિઘટન પ્રક્રિયા કોને કહે છે?
વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિરૂદ્ધ પ્રક્રિયા કહી શકાય. જેમ સંયોગીકરણ પ્રક્રિયામા બે ક તેથી વધું પદાર્થો મળીને એક નવો પદાર્થ બનાવે છે, તેથી ઊલટું "કોઈ પદાર્થના ભાગ પડીને બે ક તેથી વધું પદાર્થોનું નિર્માણ થાય છે."
વિઘટન પ્રક્રિયા નો વિડિઓ જુઓ
Youtube મા જુઓ
વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા:
વિઘટન પ્રક્રિયા એટલે શું?
"જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનના અણુનું વિભાજન થઈ બે અથવા વધારે સરળ પદાર્થો ઉત્પન્ન થાય , તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે ."
વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ
ચાલો આ વ્યાખ્યાને વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ આપીને સમજીએ.
વ્યાખ્યા મુજબ કોઈ એક સંયોજનનાં અણુનું વિભાજન થાય એટ્લે કે, ધારો કે આપની પાસે MgO એક સંયોજન છે. જેનું વિભાજન થાય તો તેનુ રૂપાંતર Mg અને O2 નું નિર્માણ થાય છે.
2 MgO --------->2 Mg + O2
અહિ તમે સમજી શકો કે, એક પદાર્થ કે સંયોજનનું બે પદાર્થ કે સંયોજનમા નિર્માણ થાય છે. એટલાં માટે આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે.
આપણે અન્ય ઉદાહરણ જોઈએ, H2O
તમને અહીં જોઈ શકો કે એચ કૂવો છે તે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું સંયોજન છે જ્યારે પાણીના અણું નું વિઘટન થાય ત્યારે તેનું રૂપાંતર હાઈડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ માં થાય છે.
H2O ------>H2 +O2
પરંતુ અહીં ઉપરની બંને પ્રક્રિયામાં આપણે સમજવું જરૂરી છે કે તે પ્રક્રિયાઓ સામાન્ય પરિસ્થિતિમાં થતી નથી તેના માટે કોઈ યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું જરૂરી છે એટલે કે તેને યોગ્ય વાતાવરણ દબાણ અને તાપમાનની જરૂર પડે છે.
જેમ કે પાણીના અણુનું વિઘટન કરવા માટે તેનું વિદ્યુતવિભાજન કરવું જરૂરી બને છે એટલે કે તેને વિદ્યુત ઉર્જા આપવી જરૂરી બને છે.
ચાલો આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ,
CaCO3--------->CaO + CO2
અહી તમે જોઈ શકો છો કે કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન કરવા માટે આપવી જરૂરી બને છે કેલ્સિયમ કાર્બોનેટ અને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ માં રૂપાંતર થાય છે.
આ પ્રક્રિયા દરમ્યાન સ્મા આપવી પડતી હોવાથી એવું કહી શકાય કે આ પ્રક્રિયા દરમ્યાન ઉષ્મા નું શોષણ થાય છે અને જે પ્રક્રિયા દરમ્યાન ઉષ્મા નો શોષણ થતું હોય તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે તેને ઉષ્મીય વિઘટન કહે છે.
વિઘટન પ્રક્રિયા એટલે શું?
"જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનના અણુનું વિભાજન થઈ બે અથવા વધારે સરળ પદાર્થો ઉત્પન્ન થાય , તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે ."
ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું?
જે પ્રક્રિયા દરમ્યાન ઉષ્મા નો શોષણ થતું હોય તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.
ઉષ્મીય વિઘટન એટલે શું?
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે તેને ઉષ્મીય વિઘટન કહે છે.
Post a Comment
0 Comments