SCIENCE AND TECHNOLOGY
સૌર ઊર્જા | solar Energy
સૌર ઊર્જા | Solar Energy
સૌપ્રથમ તો આપણે એ જાણી લઈએ કે ઉર્જા એટલે શું?
તો તેનો સામાન્ય જવાબ છે કેનાં દ્રારા કોઈ કાર્ય થતુ હોય તો તેને ઉર્જા કહે છે.
આપને આપણા જીવન માં દરરોજ કોઈ ને કોઈ કાર્ય કરીયે છીએ જેનાં માટે ઉર્જાની જરૂર પડે છે. જે આપણને ખોરાક દ્રારા પ્રાપ્ત થાય છે.
તેવી જ રીતે આપણે જે ખોરાક તૈયાર કરીએ છીએ તેના માટે પણ ઉર્જાની જરૂર પડે છે.
તો આપણે અહિયાં એ જાણીએ ઉર્જા ના કેટલા સ્ત્રોત છે.
ઊર્જાના સ્ત્રોત
પવન ઊર્જા
સૂર્ય ઉર્જા
જળ ઉર્જા
પેટ્રોલિયમ ઊર્જા
અણુ ઊર્જા
અહીં ઉપર મુજબ ઉર્જા ના ઘણા બધા કારણો હોઈ શકે છે
પેટ્રોલિયમ ઊર્જા નો ઉપયોગ આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ પરંતુ પેટ્રોલિયમ ઉર્જાનો ઉપયોગ કરવાથી વાતાવરણ ની અંદર પ્રદૂષણ ફેલાયું છે ત્યારે આપણે ઊર્જાના અલગ-અલગ પ્રકારના સ્ત્રોતો તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બને છે અને ઉપર કહ્યા મુજબ પવન ઊર્જા, જળ ઉર્જા, આ બધી ઉર્જા મેળવી થોડી ઘણી મુશ્કેલ છે અને ખર્ચાળ પણ છે પરંતુ અહીં આપણે વાત કરીએ છીએ સૂર્ય ઊર્જા સૂર્ય ઊર્જા છે તે વર્ષોથી આપણને મળતી આવી છે અને નિરંતર વર્ષો સુધી મળતી રહેશે આ સૂર્ય ઉજવાશે તેના દ્વારા કોઈપણ પ્રકારનું પ્રદુષણ છે તે તે ફેલાતુ નથી. અને એક વખત ખર્ચ કર્યા બાદ લાંબા સમય માટે સૂર્ય ઉર્જા મેળવી શકાય છે.
સૂર્ય માંથી ઉર્જા મેળવવા માટે અમુક પ્રકારના ઉપકરણોની જરૂર પડે છે તો ચાલો જોઈએ કે આ ઉપકરણો કેવા પ્રકારના હોઈ શકે.
સૂર્યકૂકર
સૌરઊર્જા ની વાત આવે ત્યારે સૌથી પહેલા આપણને સૂર્યકૂકર યાદ આવે છે સૂર્યકૂકર એ વર્ષોથી જાણીતો એક સૂર્યપ્રકાશથી ચાલતુ ઉપકરણ છે.
સૂર્યકૂકર ની મદદથી આપણે રસોઈ તૈયાર કરી શકીએ છીએ.
જેનો ફાયદો એ છે કે તેમાં કોઈપણ પ્રકારના બળતણની જરૂર પડતી નથી અને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી.
પેરાબોલિક સૂર્યકૂકર
આ સૂર્યકૂકર પણ ઉપરના સૂર્યકૂકર ની જેમ રસોઈ બનાવવામાં ઉપયોગી થાય છે પરંતુ આ સૂર્ય નો આકાર પરવલય આકારનો એટલે કે ઉંધી છત્રી જેવા આકારનો હોય છે.
આ સૂર્યકૂકર ની અંદર ઉપરના સૂર્યકૂકર કરતા વધુ ઝડપથી રસોઈ તૈયાર કરી શકાય છે
સોલર પેનલ
સોલર પેનલનો ઉપયોગ કરીને સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જા માં રૂપાંતર કરી શકાય છે
સૌર પેનલ તૈયાર કરવા માટે શુદ્ધ સિલિકોન નો ઉપયોગ થાય છે
આજના સમયમાં વિશ્વમાં વધતી જતી વસ્તીને કારણે જરૂરિયાતો અને જીવનશૈલીમાં ફેરફાર થયો છે જેના કારણે વીજ પુરવઠાની માંગમાં વધારો થયો છે
આ વીજ પુરવઠાની માંગને સંતોષવા માટે ખૂબ મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ પદાર્થનો અને કોલસા જેવા પદાર્થોનો ઉપયોગ કરીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે
જેના કારણે વાતાવરણ ની અંદર પ્રદૂષણમાં વધારો જોવા મળે છે અને પેટ્રોલિયમ પદાર્થોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે
આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમ પેદાશો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે જે ફરીથી મેળવી શકાશે નહીં
જેથી તેની અવેજીમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો ખૂબ મહત્ત્વનો બને છે જેના માટે સોલર પેનલ ખૂબ જ ફાયદાકારક છે
આ સોલાર પેનલ નો ફાયદો એ છે એક વખત થોડા પૈસા નું રોકાણ કરે સોલાર પેનલ બેસાડવામાં આવે પછી લાંબા સમય માટે તેમાં કોઇ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને લાંબા સમય માટે તેનો ઉપયોગ કરી શકાય છે
આજના સમયમાં તો સૌર ઉર્જાથી ચાલતા વાહનો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે ઘણા બધા એવા ઉપકરણો છે જે આપણે હાલના સમયમાં સોર ઉર્જા થી ચાલતા હોય તેનો ઉપયોગ કરીએ છીએ.
જેમકે સોલાર દ્વારા ચાલતી ઘડિયાળ, કેલ્ક્યુલેટર, રમકડાઓ વગેરે...
સોર ઉર્જા એ આપણને ઘણા લાંબા સમય માટે મળતી જ રહેવાની છે પરંતુ,
- સૌર ઊર્જાના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવેલા સાધનોની અમુક મર્યાદાઓ પણ છે જે નીચે મુજબ છે.
- સોલર પેનલ તૈયાર કરવી થોડી ખર્ચાળ છે
- સૌર ઊર્જાનો ઉપયોગ ચોમાસામાં અને વાદળછાયા વાતાવરણમાં પૂર્ણ રીતે કરી શકતા નથી
- સૌર ઉપકરણો દ્વારા ચાલતા સાધનો માં જો કોઈ ખામી સર્જાય તો તેનું સમારકામ થોડું ખર્ચાળ બને છે.
આમ અમુક મર્યાદા હોવા છતાં આજના સમયમાં આપણે પેટ્રોલિયમ પદાર્થોનો ઉપયોગ ઘટાડી અને સોર ઉર્જા જેવા સાધનો તરફ વળવું ખૂબ જરૂરી બને છે એ આપણને પુનઃપ્રાપ્ય ઊર્જા છે જે નિરંતર મળતી રહે છે તો જેમ બને તેમ સૌર ઊર્જાનો ઉપયોગ કરીએ અને બચાવવામાં મદદરૂપ થઈએ
Post a Comment
0 Comments