ફલન એટલે શું? ગર્ભસ્થાપન સમજાવો
ફલન અને ગર્ભસ્થાપન( Fertilisation And Implantation )
ફલન
સંવનન / મૈથુન ( copulation / coitus ) દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં ઠાલવવા ( મુક્ત ) માં આવે છે .
ચલિત શુક્રકોષો ઝડપી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાણસ્થાને ( તુંબિકા - ઇથમસ જોડાણ ) પહોંચે છે ( આકૃતિ ) અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તુંબિકીય - ઇથમસ જોડાણસ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે .
ફલન ફક્ત ત્યારે જ થાય છે , જયારે અંડકોષ અને શુક્રકોષો એકસાથે તુંબિકીય - ઇથમસ જોડાણસ્થાને વહન પામે .
આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી .
શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણ ( fusion ) ની પ્રક્રિયાને ફલન ( fertilisation ) કહે છે .
ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસીડાના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારોને પ્રેરે છે જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે .
આથી , તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ , એક અંડકોષને ફલિત કરે છે . શુક્રાગ્રનો સાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસીડા અને કોષરસપટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે .
જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે . દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે , પરિણામે દ્વિતીય ધ્રુવકાય ( secondary polar body ) અને એકકીય અંડકોષ ( ootid ) નું નિર્માણ થાય છે . તરત જ શુક્રકોષનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર જોડાઈ દ્રિકીય ફલિતાંડ ( zygote ) બનાવે છે .
લિંગ નિશ્ચયન વિશે જાણો
ફલિતાંડમાં કેટલાં રંગસૂત્રો હશે ?
આ એક યાદ રાખવું જરૂરી છે કે , બાળકની જાતિ આ તબક્કામાં નક્કી થાય છે . ચાલો જોઈએ કેવી રીતે ?
તમે જાણો છો કે સ્ત્રી ( માનવની માદા ) માં રંગસૂત્રની ભાત ( રૂઢિગત પદ્ધતિ ) XX અને તે જ રીતે નર ( પુરુષ ) માં XY હોય છે .
તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો ( અંડકોષો ) આલિંગી રંગસૂત્ર ધરાવે છે , જ્યારે નર જનનકોષો ( શુક્રકોષો ) માં લિંગી રંગસૂત્ર XbY ધરાવે છે .
આથી , 50 % શુક્રકોષો X- રંગસૂત્રો ધરાવે છે , જ્યારે બાકીના 50 % Y ધરાવે છે .
નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ XX * XY રંગસૂત્રો ધરાવે છે .
જેનો આધાર X Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે . ફલિતાંડ XX રંગસૂત્રો ધરાવે છે તે માદા શિશુ વિકસે છે જ્યારે XY રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર શિશુમાં વિકસે છે
એટલા માટે વૈજ્ઞાનિક દૃષ્ટિએ એ કહેવું સાચું છે કે , બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે નહિ કે માતા દ્વારા ! ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સમવિભાજન ( mitatic division ) શરૂ થાય છે , જેને વિખંડન ( cleavage ) કહે છે ( આકૃતિ ) અને 2 , 4 , 8 , 16 બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોષ્ઠી કોષો ( blastomeres ) કહે છે .
8-16 ગર્ભકોષ્ઠી કોષયુક્ત ગર્ભને મોરુલા ( morola ) કહે છે.
મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ - જેમ આગળ વધે છે તેમ તે ગર્ભકોષ્ઠ કોથળી ( blastocyst ) માં રૂપાંતરિત થાય છે.
ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો ( trophoblasts ) કહેવાય છે અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ અંતઃકોષ સમૂહ કહેવાય છે .
ત્યાર બાદ પોષકકોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે અને અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભૂદિત પામે છે .
જોડાણ બાદ , ગર્ભાશય કોષો ( uterine cells ) ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે .
પરિણામ સ્વરૂપ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે ( આકૃતિ ) જેને ગર્ભસ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ ( ગર્ભાવસ્થા ) તરફ દોરી જાય છે .
Post a Comment
0 Comments