નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

નિર્વનીકરણ – વનવિનાશ ( Deforestation )

નિર્વનીકરણ – વનવિનાશ 

( Deforestation )

વન ( જંગલ ) વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતર કરવું વન - નાબૂદી કહેવાય છે . 

એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં લગભગ 40 % જંગલો નષ્ટ થઈ ગયાં છે . 

શિતો પ્રદેશોમાં માત્ર 1 % જ જંગલો નાશ પામ્યાં છે તેની સાપેક્ષે ખાસ કરીને ભારતમાં નિર્વનીકરણની વર્તમાન સ્થિતિ દયનીય ( grim ) છે . 

વીસ ( 20 ) મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ ત્રીસ ( 30 ) % જંગલો હતાં . સદીના અંત સુધી તે ઘટીને 21.54 % રહી ગયાં . 

ભારતની રાષ્ટ્રીય વનનીતિ ( 1988 ) દ્વારા ભલામણ કરવામાં આવી કે સપાટ મેદાની વિસ્તારોમાં 33 % જંગલો હોવાં જોઈએ તથા પર્વતીય ક્ષેત્રોમાં 67 % જંગલો હોવાં જોઈએ . 

Deforestation image


નિર્વનીકરણ કેવી રીતે થાય છે ?

તેના માટે કોઈ એક કારણ નથી પરંતુ સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ તેના માટે સહભાગી બને છે . 

વન - નાબૂદીનું એક મુખ્ય કારણ છે કે વનપ્રદેશને કૃષિવિષયક ભૂમિમાં બદલવામાં આવે છે જેનાથી વધતી જતી માનવવસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે . 

વૃક્ષોને ઇમારતી લાકડું ( timber wood ) , બળતણ ( fire wood ) , ઢોર - પશુપાલન ( cattle ranching ) માટે તથા અન્ય કેટલાક હેતુઓ માટે કાપવામાં આવે છે . 

કાપો અને સળગાવો કૃષિ ( Slash and burn agriculture ) જે સામાન્ય રીતે ભારતનાં ઉત્તર - પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર ( Jhum cultivation ) કહેવાય છે તે પણ નિર્વનીકરણમાં ફાળો આપે છે . 

કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલનાં વૃક્ષોને કાપી નાંખે છે અને વનસ્પતિ અવશેષોને સળગાવી નાંખે છે . 

આ રાખનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે અને એ જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે વપરાય છે . 

ખેતી કર્યા પછી , આ વિસ્તારને ઘણાં વર્ષો સુધી એમ ને એમ ખાલી છોડી દેવામાં આવે છે જેથી તેની પુનઃપ્રાપ્તિ થાય . 

કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે છે અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે . 

અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમની ખેતી પ્રચલિત હતી , ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી કે વાવણીની અસરમાંથી જમીન પાછી મળી શકે . 

આ પુનઃપ્રાપ્તિના તબક્કાને દૂર કરવામાં આવે છે જેના પરિણામે વન - નાબૂદી થાય છે . 


નિર્વનીકરણનું પરિણામ શું છે ?

તેની મુખ્ય અસરોમાંથી એક છે કે વાતાવરણના કાર્બન ડાયૉક્સાઇડની સાંદ્રતા વધી જાય છે કારણ કે વૃક્ષ જે પોતાના જૈવભાર ( biomass ) માં ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકતા હતા તે વન - નાબૂદીના કારણે નાશ પામી રહ્યા છે . 

વન - નાબૂદીને કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ - વિવિધતા પણ નુકસાનનું કારણ બને છે . 

તેના કારણે જલચક્ર ( hydrological cycle ) બગડી જાય છે , જમીનનું ધોવાણ થાય છે તથા આત્યંતિક કિસ્સાઓમાં તેને રણ - સ્થળીકરણ અથવા રણપ્રદેશ તરફ દોરી શકે છે . 

પુનઃવનીકરણ એ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે જે એક વખત અસ્તિત્વમાં હતી પરંતુ ભૂતકાળમાં કોઈક સમયે તે દૂર કરવામાં આવી હતી . 

વન - નાબૂદી વિસ્તારમાં કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે છે . 

જોકે , આપણે તે વિસ્તારમાં પહેલાં જે અસ્તિત્વમાં હતી તે જૈવ - વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી તેને ઝડપી બનાવી શકીએ .

Post a Comment

0 Comments