નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ફૉસ્ફરસ ચક્ર ( Phosphorus Cycle )

ફૉસ્ફરસચક્ર 

( Phosphorus Cycle )

જૈવિકપટલો , ન્યુક્લિક ઍસિડ અને કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફૉસ્ફરસ છે . 

ઘણાં પ્રાણીઓને તેમના કવચ ( shells ) , હાડકાં ( bones ) અને દાંત ( teeth ) બનાવવા માટે પણ આ તત્ત્વની મોટી માત્રામાં આવશ્યકતા હોય છે . 

ફૉસ્ફરસનાં કુદરતી સંચયસ્થાનો એ પર્વતો છે કે જે ફૉસ્ફેટના સ્વરૂપમાં ફૉસ્ફરસને સંચિત કરે છે . 

Phosphorus Cycle image

જ્યારે પર્વતો અપક્ષયન ( weathered ) પામે ત્યારે , આ ફૉસ્ફેટની નહિવત્ માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મૂળ વડે શોષી લેવામાં આવે છે ( આકૃતિ ) . તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ તત્ત્વ વનસ્પતિઓમાંથી મેળવે છે . 

નકામી નીપજો ( waste products ) અને મૃત જીવોનું ફૉસ્ફેટ દ્રાવ્યીકરણ બૅક્ટેરિયા ( phosphate solubilising bacteria ) દ્વારા વિઘટન થતાં ફૉસ્ફરસ મુક્ત કરવામાં આવે છે . 

કાર્બનચક્રની જેમ , શ્વસન દ્વારા વાતાવરણમાં ફૉસ્ફરસ મુક્ત કરી શકાતો નથી . 

શું તમે કાર્બનચક્ર અને ફૉસ્ફરસચક્ર વચ્ચેનો તફાવત કરી શકો છો અહીં કાર્બનચક્ર અને ફૉસ્ફરસચક્ર વચ્ચેના મુખ્ય મહત્ત્વના બે તફાવતો છે : 

પહેલો એ છે કે વરસાદ દ્વારા ફૉસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ ( atmospheric inputs ) કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે અને બીજો , સજીવો અને પર્યાવરણ વચ્ચે ફૉસ્ફરસનો વાયુ - વિનિમય ( gaseous exchanges ) એકદમ નહિવત્ હોય છે .

Post a Comment

0 Comments