Education
કાર્બન ચક્ર ( Carbon Cycle )
કાર્બન ચક્ર ( Carbon Cycle )
- કાર્બન પૃથ્વી પર ઘણાબધા સ્વરૂપોમાં મળી આવે છે.
- તે પોતાના મૂળતત્ત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઈટમાં મળી આવે છે .
- સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્વરૂપમાં વિવિધ પ્રકારનાં ખનિજોમાં કાર્બોનેટ અને હાઈડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે .
- જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે – પ્રોટીન , કાર્બોદિત , ચરબી , ન્યૂક્લિક ઍસિડ અને વિટામિન પર આધારિત હોય છે.
- ઘણાંબધાં પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારોથી બનતાં હોય છે .
કાર્બન ચક્રની આકૃતિ (carbon cycle diagram)
કાર્બન ચક્રના પગલાં( carbon cycle steps )
- ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે .
- આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયૉક્સાઈડનું લૂકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે .
- આ લૂકોઝના અણુ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઊર્જા આપે છે જીવંત પ્રાણીઓને ઊર્જા મેળવવાની પ્રક્રિયામાં લૂકોઝનો ઉપયોગ થાય છે.
- શ્વસનની ક્રિયા દ્વારા લૂકોઝને કાર્બન ડાયૉક્સાઇડમાં ફેરવવા માટે ઑક્સિજનનો ઉપયોગ પણ થાય છે અને નથી પણ થતો.
- આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય છે.અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ ઉમેરે છે તે છે .
- દહનની ક્રિયા જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે , ગરમી મેળવવા , પરિવહન માટે અને ઉદ્યોગોમાં થાય છે.
- ખરેખર તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી છે ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે.
- પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે .
નિવસનતંત્ર - કાર્બનચક્ર ( Ecosystem - Carbon Cycle )
જ્યારે તમે સજીવોની સંરચનાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે સજીવોના શુષ્ક વજનનો 49 % ભાગ કાર્બનથી બનેલો હોય છે અને પાણી પછી તે બીજા ક્રમે આવે છે . જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે જાણીએ કે 71 % કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલો છે .
આ મહાસાગરનો કાર્બનભંડાર , વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રાનું નિયમન કરે છે . શું તમે જાણો છો કે કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1 % ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે ?
અશ્મિબળતણ ( fossil fuel ) પણ કાર્બનના એક સંચયસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે . વાતાવરણ અને મહાસાગર દ્વારા તથા જીવંત અને મૃતજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે . એક અંદાજ પ્રમાણે પ્રકાશસંશ્લેષણ દ્વારા 4 x 10.3 kg જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે .
ઉત્પાદકો અને ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્ત્વપૂર્ણ માત્રા CO , સ્વરૂપે પાછી ફરે છે . જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન પ્રક્રિયા દ્વારા CO ) નો સેતુ જાળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે ( sunstantially ) સહભાગી બને છે .
સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહન ( ચક્રીયકરણ ) માંથી બહાર નિકાલ પામે છે . લાકડાં સળગાવવા ( કાષ્ઠ - બળતણ- burning of wood ) , જંગલની આગ ( દવ- forest fire ) તથા કાર્બનિક દ્રવ્યોનું દહન ( combustion ) , અશ્મિબળતણ , જવાળામુખી ક્રિયાવિધિ ( volcanic activity ) વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ( CO ) ) ની મુક્તિ માટેના વધારાના સ્ત્રોતો છે .
કાર્બનચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે . ઝડપી વનવિનાશ ( deforestation ) તથા ઊર્જા તેમજ પરિવહન માટે અશ્મિ - બળતણનું સતત દહન ( ઉપયોગ ) વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે.
અન્ય માહીતી -
કિશોરાવસ્થા વિશે માહીતી
કાર્બન વાતાવરણમાં ક્યાં સ્વરૂપોમાં મળી આવે છે?
કાર્બન પૃથ્વી પર ઘણાબધા સ્વરૂપોમાં મળી આવે છે. તે પોતાના મૂળતત્ત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઈટમાં મળી આવે છે . સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્વરૂપમાં વિવિધ પ્રકારનાં ખનિજોમાં કાર્બોનેટ અને હાઈડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે .
Post a Comment
1 Comments
Very good...
ReplyDelete