સુર્યમંડળ | Solar System
સુર્યમંડળ (Solar System)
લગભગ 4.568 ખર્વ ( billion ) વર્ષો પૂર્વે વિશાળ આવિય વાદળ ( giant molecular cloud ) ના નાના ભાગનું ગુરુત્વીય ભંગાણ ( collapse ) થવાથી સૂર્યમંડળની ઉત્પત્તિ અને તેની ઉત્ક્રાંતિ થઈ હતી .
મોટાભાગનું ભંગાણ પામેલ દ્રવ્ય કેન્દ્રમાં ભેગું થઈને સૂર્યની રચના થઈ હતી .
તેથી જ સૂર્ય સમગ્ર સૂર્ય કુટુંબનું 99.86 % દળ ધરાવે છે .
જ્યારે બાકી રહેલું દળ કક્ષાઓમાં પથરાઈ જવાથી ગ્રહો , ઉપગ્રહો , લઘુગ્રહો , ઉલ્કાઓ , ધૂમકેતુઓ વગેરેની રચના થઈ હતી .
ઉપર ફોટા માં નવ ગ્રહોની કક્ષા દર્શાવેલ છે . અલબત્ત હવે પ્લેટોને નાના ગ્રહ ( dwarf planet ) તરીકે ઓળખવામાં આવે છે .
ગ્રહોને જે - તે ક્ષામાં રાખવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની મદદથી પૂરું પડે છે .
સૂર્ય આપણા માટે મુખ્ય ઊર્જાસ્ત્રોત છે . આપણને જરૂર પૂરતા પ્રમાણમાં જ ઊર્જા મળે છે કે જેથી પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકે .
જીવનનાં ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે .
આમ , સૂર્ય સૂર્યમંડળના અસ્તિત્વ માટે જરૂરી હોવાથી , સૌપ્રથમ આપણે સૂર્ય વિશે અભ્યાસ કરીશું .
સુર્ય :
- તેનો વ્યાસ લગભગ 13,92,000 m છે .
- તેના ગર્ભનું તાપમાન લગભગ 15 કરોડ K ( કેલ્વિન ) જેટલું છે .
- આટલા ઊંચા તાપમાનને કારણે ગર્ભમાં રહેલ દ્રવ્ય પ્લાઝમા સ્વરૂપમાં હોય છે .
- વળી ખૂબ જ ઊંચી ઘનતાને કારણે ગર્ભમાં દબાણ પણ ઘણું વધારે હોય છે .
- આ સ્થિતિ તાપીય ન્યુક્લિય સંલયન ( thermo nuclear fusion ) થી 4 હાઇડ્રોજન ન્યુક્લિયસોનું રૂપાંતરણ હિલિયમ ( He ) ન્યુક્લિયસમાં કરવા માટે જવાબદાર છે .
- આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ન્યુક્લિયરના અમુક ભાગના દળનું આઇન્સ્ટાઇનના દળ - ઊર્જા સૂત્ર ,E = ∆ mc2 અનુસાર ઊર્જામાં રૂપાંતર થાય છે . અહીં એ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે .
- આ બહોળા પ્રમાણમાં છૂટી પડતી ઊર્જા જ આપણા માટેનો ઊર્જાસ્ત્રોત છે .
- આ પ્રક્રિયાને કારણે જ સૂર્યને પોતાની તેજસ્વિતા છે .
- ગર્ભથી સપાટી તરફ જતાં સૂર્યનું તાપમાન ઘટીને લગભગ 6000 % જેટલું થાય છે .
- આમ , સૂર્ય ધગધગતા વાયુના ગોળા જેવો લાગે છે .
- સૂર્યમાં રહેલું દ્રવ્ય ( પ્લાઝમા ) એ તેને વીંટળાયેલા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વડે કેન્દ્રિત થયેલું રહે છે .
- આ ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારો સૂર્યક્તકો ( sun spots ) આપે છે .
- સૂર્યકલંકોની સંખ્યા આવર્ત રીતે સતત બદલાતી રહે છે . તેનો આવર્તકાળ 11 વર્ષ છે .
- સૂર્યને ફરતે 400 km સુધીના તેજસ્વી આવરણને ફોટોસ્ફિયર ( photosphere ) કહે છે .
- ફોટોફિયરમાં દ્રવ્યઘનતા ખૂબ જ ઓછી અને તેની ઉપર આવેલા વાયુની ઘનતા વધારે હોવાથી , આ આવરણ ફક્ત સૂર્યગ્રહણ ( solar eclips ) વખતે જ જોવા મળે છે . તેને કોરોના ' ( corona ) એટલે મુગુટ કહે છે . ( આકૃતિ જુઓ )
- હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે .
- એવું ધારવામાં આવે છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ ( billion ) વર્ષોને અંતે મૃત્યુ પામશે .
- તે પહેલા તેના કદમાં વધારો થશે અને red - giant બનશે .
- તદ્ધપરાંત સૂર્યના ગ્રહો નજીકમાંથી પસાર થતા બીજા મોટા અવકાશીય પદાર્થો સાથે ઢસડાઈ જશે અથવા તેઓનો નાશ થશે કે આંતરઅવકાશ ( intersteller space ) ની અંદર ફેંકાઈ જશે .
ટેરેસ્ટ્રીયલ ( પાર્થિવ ) ગ્રહો
સૂર્ય પછી સૂર્યમંડળમાં અગત્યના ઘટકો ગ્રહો છે .
તેઓને બે સમૂહમાં વહેંચી શકાય
( 1 ) એવા ગ્રહો કે જેઓ મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય તેમને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે .
( 2 ) જેઓ મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે .
બુધ ( mercury ) , શુક્ર ( venus ) પૃથ્વી ( Earth ) અને મંગળ ( mars ) ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે .
આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ છે . આ ગ્રહોને ઓછી સંખ્યામાં કુદરતી ઉપગ્રહો હોય છે અને તેઓ પાતળું વાતાવરણ ધરાવે છે .
જોવિયન ગ્રહ :
સૂર્યમંડળના એવા ગ્રહો કે જેમની કક્ષા મંગળની કક્ષા કરતા વધારે હોય અને જેમનું બંધારણ ગુરુ જેવું હોય તેને જોવિયન ગ્રહો કહે છે .
આવા ગ્રહોનું કદ મોટું પણ ઘનતા ઓછી હોય છે .
તેઓ મુખ્યત્વે હાઇડ્રોજન , એમોનિયા અને હિલિયમના બનેલા છે .
તેમને ફરતે વલયો જોવા મળે છે . તેઓને મોટા કદના ચંદ્રો હોય છે .
Post a Comment
0 Comments