નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

નાઇટ્રોજન ચક્ર ( Nitrogen Cycle )

નાઇટ્રોજન ચક્ર 

( Nitrogen Cycle ) 

  • આપણા વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ 78% ભાગ છે .
  • આ વાયુ સજીવો માટે જરૂરી છે .
  • તે ઘણાબધા અણુઓના ઘટક તરીકે છે .જેમકે પ્રોટીન , ન્યુક્લિઇક ઍસિડ , ( DNA અને RNA ) તેમજ કેટલાક વિટામિન્સ .
  • નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે જેમકે આલ્કલાઈન્સ અને યુરિયા .
  • એટલા જ માટે નાઈટ્રોજન બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષકતત્ત્વ છે .

 નાઇટ્રોજન ચક્રની આકૃતિ(nitrogen cycle diagram)

Nitrogen cycle image

નાઇટ્રોજનચક્રના પગલા(nitrogen cycle steps)

  • બધાં જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય ; પરંતુ કેટલાક પ્રકારના બૅક્ટરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુઓનું નાઈટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. 
  • નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બૅક્ટરિયા મુક્તજીવી હોય છે અથવા દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે છે .
  • સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બૅક્ટરિયા શિમ્બીકુળની વનસ્પતિઓનાં મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે જેને “ મૂળચંડિકા ' કહે છે , તેમાં આવેલ હોય છે .
  • આ બૅક્ટરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઈટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં ભૌતિકક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે .
  • વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઑક્સાઇડમાં ફેરવે છે .
  • ઑક્સાઇડ પાણીમાં ભળીને નાઈટ્રિક ઍસિડ અને નાઇટ્રસ ઍસિડ બનાવે છે અને વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે છે ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા થાય છે .
  • નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજનનું શું થાય છે ? સામાન્ય રીતે વનસ્પતિઓ નાઈટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સને મેળવે છે અને તેઓને એમિનો ઍસિડમાં ફેરવે છે , તેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે .
  • જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિ ( માટી ) માં રહેલા અન્ય બૅક્ટરિયા વિવિધ સંયોજનોમાં આવેલા નાઈટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે છે અને બીજા પ્રકારના બૅક્ટરિયા આ નાઈટ્રેટ્સ તેમજ નાઈટ્રાઈટ્સને નાઈટ્રોજન તત્ત્વમાં ફેરવે છે .
  • આ રીતે , પ્રકૃતિમાં નાઈટ્રોજનચક્ર હોય છે જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે , જો સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે .
  • પછી તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે.

જાણવા જેવું


Post a Comment

2 Comments